તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 20th August 2026
જામનગરના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ :સરપંચ ભાવેશભાઈ સહિત 7 લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા
તંત્ર અને વીજ કંપનીની નીતિના વિરોધમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું; માંગણીઓનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી અન્નત્યાગ ચાલુ રાખવાની ચીમકી

જામનગરના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ કંપની દ્વારા બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરાતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. તંત્ર અને વીજ કંપનીની નીતિના વિરોધમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.
વાવડીમાં શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર પાસે કિસાન સત્યાગ્રહ છાવણી શરૂ કરવામાં આવી છે, જ્યાં સરપંચ ભાવેશભાઈ સહિત 7 લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. માંગણીઓનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી અન્નત્યાગ ચાલુ રાખવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.
આંદોલનમાં લીંબુડા, અણદા, ભાદરા, કેશીયા અને રામપર ગામના ખેડૂતો પણ જોડાયા છે. ઢોલ-નગારા અને સામૈયા સાથે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલા ખેડૂતોનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂતોની એકતા અને આક્રોશથી વાવડી ગામમાં આંદોલનમય માહોલ સર્જાયો છે. તંત્ર અને વીજ કંપની ખેડૂતોની રજૂઆતોનો યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ કરવામાં આવી છે. માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોે ચીમકી આપી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
