હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"આવો રૂપિયો અમારા વકીલોને ખપે નહીં.:આરોપીની વકીલાત નહીં કરીએ : ભાવનગર નકલી દારૂકાંડમાં બાર એસો.નો નિર્ણય
ભાવનગરના નકલી દારૂકાંડને લઈને બાર એસોસિએશનનો મોટો નિર્ણય :આરોપીઓ તરફથી કોઈ વકીલ વકીલાત નહીં કરે તેવો ઠરાવ કરાયો :ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર ડાભીએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું

ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને બાર એસોસિએશને મોટો નિર્ણય લીધો છે. નકલી દારૂકાંડના આરોપીઓ તરફથી કોઈ વકીલ વકીલાત નહીં કરે તેવો ઠરાવ ભાવનગર બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણય બાદ કેસમાં આરોપીઓને કાનૂની પ્રતિનિધિત્વ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
બાર એસોસિએશનના નિર્ણય મુજબ નકલી દારૂકાંડ સાથે સંકળાયેલા આરોપીઓ તરફથી વકીલાત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનના આ ઠરાવને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ મામલે ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર ડાભીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ધર્મેન્દ્ર ડાભીએ કડક શબ્દોમાં કહ્યું કે, આવો રૂપિયો અમારા વકીલોને ખપે નહીં."તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ વકીલ નકલી દારૂકાંડના આરોપીની વકીલાત નહીં કરે.
ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ બાદ પોલીસ કાર્યવાહી સહિત સમગ્ર મામલે ચર્ચા ચાલી રહી છે. હવે બાર એસોસિએશનના આ નિર્ણયથી કેસમાં કાનૂની પ્રક્રિયાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે આરોપીઓને કાયદા મુજબ કાનૂની સહાય મેળવવાનો અધિકાર અને તેની વ્યવસ્થા શું રહેશે તે બાબત કોર્ટની પ્રક્રિયા તથા લાગુ કાયદા મુજબ નક્કી થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
