તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 20th August 2026
મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં રહેણાક અને ધાર્મિક સ્થળો પાસે નોનવેજની લારીઓ બંધ કરાવવા માંગ.
મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત: યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા સ્થાનિકો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં જાહેર જગ્યાઓ અને રહેણાક વિસ્તારોમાં ચાલતી નોનવેજની લારીઓ તેમજ કતલખાનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાક અને ધાર્મિક સ્થળોની આસપાસ ચાલતી આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા હિન્દુ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકો દ્વારા એકસૂરમાં માંગ ઉઠાવવામાં આવી છે.
જો આ મુદ્દે વહેલી તકે વહીવટી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નાગરિકો દ્વારા લોકશાહી ઢબે અને કાયદેસરની રીતથી વિરોધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકોનો મુખ્ય હેતુ ઘર્ષણ ઉભો કરવાનો નથી, પરંતુ શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સૌના સામાજિક અને ધાર્મિક હિતોનું રક્ષણ થાય તેવો છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
