હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
12 દિવસથી ચાલતી ડ્રગ્સ, શરાબ વિરોધી ઝુંબેશ રંગ લાવી:10 આરોપી, લાખોના મુદામાલ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા
ભાવનગરના ઝેરી શરાબ કાંડના પગલે પગલે જાગૃત સીપી અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતૃત્વમાં ઝુંબેશ ટોપ ગિયરમાં

રાજકોટ : છેલ્લા 12 દિવસથી અમદાવાદના જાગૃત પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ પોલિસ કમિશ્નર શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણના નેતૃત્વમાં ચાલી રહેલ ડ્રગ્સ, શરાબ વિરોધી ઝુંબેશ, ભાવબગરના ઝેરી શરાબ કાંડના પગલે પોલિસ કમિશ્નર દ્રારા ટોપ ગીયરમા મુકવામા આવી છે
ગેરકાયદેસર નશીલા પદાર્થોના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરતા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ૧૨ દિવસમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ૮ અલગ-અલગ ગુના દાખલ કર્યા છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન ૧૦ આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે, ૭ વોન્ટેડ સપ્લાયર્સ/સહ-આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, અને ₹૧૦,૭૭,૫૧૫ ની કિંમતનો ગેરકાયદેસર મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કામગીરીના મુખ્ય અંશો
* કુલ દાખલ NDPS ગુનાઓ: અમદાવાદમાં કુલ ૮ ગુના
* જપ્ત કરેલ મુદામાલની કુલ કિંમત:
₹१०,७७,५१५
કુલ પકડાયેલ આરોપીઓ અને વોન્ટેડ: ૧૦ આરોપીઓની ધરપકડ, ૭ વોન્ટેડ સપ્લાયર્સ/સહ-આરોપીઓની સઘન શોધખોળ ચાલુ પદાર્થ મુજબ જપ્ત કરાયેલ જથ્થાની વિગત
* મેફેડ્રોન (MD): ૬ દરોડા દરમિયાન કુલ આશરે ૩૫૧.૧૫ ગ્રામ જપ્ત, જેની કિંમત ११०,५४,८५० ७.
* ગાંજો: ૧ દરોડા દરમિયાન કુલ ૩૫૦ ગ્રામ જપ્ત, જેની કિંમત ₹૧૭,૫૦૦ છે.
* કોડીન કફ સીરપ: ૧ દરોડા દરમિયાન કુલ ૩૫ બોટલ/યુનિટ જપ્ત, જેની કિંમત ₹૫,૫૬૫ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
