<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સાવરકુંડલા રૂરલ એએસઆઇ શ્યામ બગડા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા દબાણ કરેલ અન્યથા ખોટા કેસો કરવાની ધમકી આપી અને ફરીથી દારૂનો ધંધો શરુ કરી તેની અવેજી માં રૂ.૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ

સાવરકુંડલા રૂરલ એએસઆઇ શ્યામ બગડા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે  શ્યામભાઇ અનંતરાય બગડા,(ઉવ.૩૯ ) હોદો એ.એસ.આઇ,સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન જી.અમરેલી રહે.સાવરકુંડલા હાથસણી રોડ, તા.સાવરકુંડલા જિ.અમરેલી)એ -દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા દબાણ કરેલ અન્યથા ખોટા કેસો કરવાની ધમકી આપી અને ફરીથી દારૂનો ધંધો શરુ કરી તેની અવેજી માં રૂ.૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ હતી એસીબીએ ઓળીયા ગામની સીમમાં, ઝવેરભાઇ પટેલની વાડીના ઝાંપા પાસે, નેસડી જવાના કાચા માર્ગે, તા.સાવરકુંડલા જિ.અમરેલી) ખાતેથી ઝડપી લીધો છે 

ફરીયાદી અગાઉ દેશી દારુ નો ધંધો કરતા હતા , પરંતુ હાલ ઘંઘો બંધ કરી દીધેલ હોવા છતાં , આરોપી એ દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા દબાણ કરેલ અન્યથા ખોટા કેસો કરવા ની ધમકી આપેલ હતી , અને ફરીથી દારૂ નો ધંધો શરુ કરી તેની અવેજી માં રૂ.૧૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપિયાઃ-૫૦૦૦/-માં નકિક થયેલ જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય જેથી “૧૦૬૪ ટોલ ફ્રી નંબર “ ઉપર એસીબી નો સંપર્ક કરી અમરેલી એ.સી.બી પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદ આપેલ હતી .
   જે ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરેલ હતું ,જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીઓ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૫૦૦૦/-  માંગણી કરી સ્વીકારી પોતાના હોદાનો દુરઉપયોગ કરી સ્થળ પર પકડાઇ જઈ ગુન્હો કર્યો હતો 

 આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે ટી.એસ.રીઝવી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ રહ્યા હતા 

(9:30 PM IST)