<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

મોરબીના શક્‍તિ ચોક વિસ્‍તારમાં રહેણાક અને ધાર્મિક સ્‍થળો પાસે નોનવેજની લારીઓ બંધ કરાવવા માંગ

મોરબીઃ શક્‍તિ ચોક વિસ્‍તારમાં જાહેર જગ્‍યાઓ અને રહેણાક વિસ્‍તારોમાં ચાલતી નોનવેજની લારીઓ તેમજ કતલખાનાઓથી સ્‍થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાક અને ધાર્મિક સ્‍થળોની આસપાસ ચાલતી આ પ્રવૃત્તિઓ તાત્‍કાલિક બંધ કરાવવા હિન્‍દુ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકો દ્વારા એકસૂરમાં માંગ ઉઠાવવામાં આવી છે. જો આ મુદ્દે વહેલી તકે વહીવટી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો નાગરિકો દ્વારા લોકશાહી ઢબે અને કાયદેસરની રીતથી વિરોધ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(11:13 AM IST)