<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જેતપુરમાં રાત્રે વરસાદી ઝાપટુઃ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા

આખો દિવસ અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની એન્‍ટ્રીથી ખેડૂતોમાં ખુશી છવાઈ પરંતુ ધોધમાર વરસાદના બદલે સામાન્‍ય ઝાપટુ વરસતા ચિંતા

 

 

રાજકોટ તા.૨૧: રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું વરસ્‍યું હતું. આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણ પલટાયું અને મેઘરાજાએ એન્‍ટ્રી મારી હતી.

હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ આ વરસાદથી આનંદ જોવા મળી રહ્યો છે. જો કે ધોધમારના બદલે સામાન્‍ય વરસાદ પડયો હતો.

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવત છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ ૨૭.૩, મહતમ ૩૩, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૨.૩ કિ.મી. રહી છે.

(11:16 AM IST)