તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 21st August 2026
મારી તબિયત હવે બિલકુલ સારી થઈ ગઈ છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથીઃ પૂ.લાલબાપુ
ગધેથડ ગાયત્રી મંદિરના મહંતની તબિયતમાં સુધારોઃ સેવકો માટે હોસ્પિટલથી આપ્યો વિડીયો સંદેશઃ સેવકોમાં રાહત

(ચંન્દ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા.૨૧: ઉપલેટા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગધેથડ સ્થિત શ્રી ગાયત્રી મંદિરના મહંત પૂ.લાલબાપુના સ્વાસ્થ્યને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
પૂ.લાલબાપુએ તાજેતરમાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ પૂ.લાલબાપુએ હોસ્પિટલના બેડ પરથી ૧૧ સેકન્ડનો એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે. આ વિડીયોમાં તેમણે સેવકોને કહ્યું છે કે, મારી તબિયત હવે બિલકુલ સારી થઈ ગઈ છે, કોઈએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. પૂ.લાલબાપુના આ સંદેશ બાદ ગધેથડ ગાયત્રી મંદિર સહિત સમગ્ર પંથકના સેવકગણ, ભક્તો અને અનુયાયીઓમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. મંદિર પરિસરમાં તેમના ઝડપથી સ્વસ્થ થઈ પરત ફરવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
