<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ભાવનગર લઠ્ઠાકાંડ : ૬૧ એ દારૂ પીધો'તો : ૧૦ મોત : રપ સારવારમાં

૧૫ દર્દીની હાલત સ્‍થિર : ૫ આઈસીયુમાં : ૪ ગંભીર અને ૧ વેન્‍ટિલેટર પર : ભાવનગર કલેકટર ડો. મનીષ બંસલની આગેવાનીમા તંત્ર એલર્ટ પર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ :  ભાવનગરમાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સવારે ૩ વાગ્‍યા સુધીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્‍યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઝેરી દારૂકાંડમાં કુલ ૬૧ લોકો અસરગ્રસ્‍ત થયા છે. ગઈકાલે નવા ૫ દર્દીઓને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

ભાવનગર કલેકટર ડો. મનીષ બંસલની આગેવાનીમા

આ ગંભીર ઘટનામાં અત્‍યાર સુધીમાં ૮ લોકોના મોત નિપજ્‍યા છે, જે એક અત્‍યંત દુઃખદ બાબત છે. જ્‍યારે ૧૦ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને ૧૮ લોકો ડોક્‍ટરની સલાહ લઈને ઘરે પરત ફર્યા છે.

હાલમાં કુલ ર્ં૨૫ દર્દીઓ હોસ્‍પિટલમાં સારવાર હેઠર્ળં છે, જેમાંથી ૧૫ દર્દીઓની હાલત સ્‍થિર છે.૫ દર્દીઓને ત્‍ઘ્‍શ્‍ માં રાખવામાં આવ્‍યા છે.૪ દર્દીઓની હાલત ગંભીર છે.૧ દર્દીને વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યો છે.

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગ દ્વારા પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે.

ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં મળત્‍યુ આંક વધી રહ્યો છે. વધુ એક મોત નીપજતા  ડુપ્‍લીકેટ ઝેરી દારૂ પીવાથી સત્તાવાર મળત્‍યુ આંક ૮ થયો છે, તો અસરગ્રસ્‍તોની કુલ સંખ્‍યા ૪૮ દર્શાવાઈ છે. જે પૈકી કેટલાકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે. બીજી બાજુ બીનસત્તાવાર મળત્‍યુ આંક ૧૦ હોવાનું સામે આવ્‍યું છે. દરમિયાનમાં તપાસનો દોર સંભાળી રહેલા સ્‍ટેટ મોનીટરીંગ સેલના એસપી ચાવડાએ  પત્રકાર પરિષદ યોજીને આ લઠ્ઠાકાંડમાં પોલીસ ડુપ્‍લીકેટ દારૂની છેલ્લામાં છેલ્લી બોટલ અને છેલ્લા ટીપા સુધી જપ્ત કરવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવી મોટાભાગનો ઝેરી દારૂ જપ્ત કરી લેવાયાનું ઉમેર્યું હતું. તેમણે આ કાંડમાં સંકળાયેલા મુખ્‍ય આરોપી રઇસ દ્વારા છેલ્લા દોઢેક મહિનાથી ભાવનગર ઉપરાંત રાજ્‍યના જુદા જુદા જિલ્લાઓમાં ઈથેલોન અને મિથેલોન સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને ડુપ્‍લીકેટ દારૂ બનાવવાની પ્રવળત્તિ થઈ રહી હોવાનું તપાસમાં સામે આવ્‍યું હોવાનું કહ્યું હતું. મુખ્‍ય આરોપી રઇસની ઉજ્જૈનથી ધરપકડ કરાઈ છે. જ્‍યારે દારૂ બનાવવામાં માહિર અન્‍ય એક આરોપી નરેન્‍દ્ર યાદવ ઉર્ફે ડોક્‍ટરનું અગાઉ મળત્‍યુ થઈ ચુકયુ છે.

એસએમસીના એસપીએ જણાવ્‍યું કે વરતેજમાં ઝેરી દારૂ બાદ માનવ મળત્‍યુની ઘટના સામે આવતા તુરંત જ રાજ્‍ય સરકાર અને ડીજીપીના આદેશના પગલે એસએમસીએ તપાસનો દૌર સંભાળતા એફએસએલ તપાસમાં ઈથેલોન અને મિથેલોનની હાજરી દારૂમાં જણાઈ આવતા ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવા સાથે રાજયના અલગ અલગ જિલ્લામાં પોલીસની ટીમોને મોકલી બનાવટી દારૂ જપ્ત કરવા સક્રિયતાથી કામગીરી કરી છે અને મોટાભાગનો દારૂ હસ્‍તગત કરી લેવાયો છે. આ ઉપરાંત રાજ્‍ય બહાર મધ્‍યપ્રદેશ દિલ્‍હી સહિતના રાજયોમાં પણ તપાસ લંબાવાઈ છે. સમગ્ર ઝેરી દારૂ વરતેજમાં આરોપી ગૌતમ સોલંકીના ઘરે જ તૈયાર થયો હતો. જેમાં રઈસની મુખ્‍ય ભૂમિકા રહી છે જેને ઉજજૈનથી ઝડપી લઈ અટકાયત માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્‍યારે આ કાંડમાં સંડોવાયેલા ૨૧ વ્‍યક્‍તિઓ સામે ગંભીર કલમો સાથે ગુનો દાખલ કરી તે પૈકી ૧૩ની અટકાયત કરાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ડુપ્‍લીકેટ દારૂ બનાવાયા બાદ તેમાંથી બોટલો ભરી પેટીઓ સપ્‍લાઈ કરાઈ હતી જ્‍યારે કેટલોક દારૂ ત્‍યાં જ રાખવામાં આવ્‍યો હતો જે પોલીસે કબ્‍જે લઈ લીધો છે. એસપી ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે પોલીસના ધ્‍યાને એવું પણ આવ્‍યું છે કે આ ડુપ્‍લીકેટ દારૂને આરોપીઓ તેમજ કેટલાક સગા સંબંધીઓએ પુરાવાનો નાશ કરવાની ભૂમિકા ભજવી છે જેની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જેના નામ ખુલ્લે તેની સામે ગુનો નોંધવામાં આવશે.

(11:21 AM IST)