તા. ૧૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૨ રવિવાર
News of Friday, 21st August 2026
વાંકાનેરમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ અંતર્ગત ભવ્ય ધર્મસભા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ પવિત્ર શ્રાવણ માસના ધાર્મિક માહોલ વચ્ચે શ્રીકળષ્ણ જન્માષ્ટમી મહોત્સવ તથા ગણેશ મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય અને આધ્યાત્મિક બનાવવા વાંકાનેરના માર્કેટ ચોક સ્થિત ટાઉનહોલ ખાતે તા. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ધર્મસભામાં વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સાધુ-સંતો અને મહંતોનું ફૂલહારથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ, આપા ઝાલાની જગ્યાના મહંત શ્રી મગની રામ બાપુ, હોલ માતાજીના મહંત પરભાત ભાઈ આહીર, ફડેશ્વર મહાદેવના મહંત વિશાલભાઈ પટેલ સહિતના સંતો-મહંતોની ઉપસ્થિતિએ સમગ્ર ધર્મસભાને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી હતી.
ધર્મસભામાં શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગામના આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો તથા નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાંકાનેર લુહાણા મહાજન સમાજના પ્રમુખ કાકુભાઈ મોદી સહિત વિવિધ સમાજના આગેવાનો, યુવાનો અને હિન્દુ સમાજના ચિંતકોની ઉપસ્થિતિએ કાર્યક્રમની વ્યાપકતા દર્શાવી હતી.
ધાર્મિક પરંપરા સાથે સામાજિક એકતાનો સંદેશ આ ધર્મસભા માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા, સંસ્કાર અને પરંપરાના જતનનો સંદેશ આપતી બની હતી. જન્માષ્ટમી ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવનું પાવન પર્વ છે, જ્યારે ગણેશ મહોત્સવ વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધનાનું પર્વ છે. બંને પર્વોને સાથે જોડીને યોજાયેલી આ ધર્મસભાએ વાંકાનેરના ધાર્મિક અને સામાજિક જીવનમાં એકતા તથા ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા ગણેશ મહોત્સવના પંડાલોના આયોજકોને રૂ. ૫,૧૦૦ તથા વાંકાનેર શહેરના ગણેશ પંડાલોના આયોજકોને રૂ. ૩,૫૦૦ સહાય દર વર્ષે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે અર્પણ કરવામાં આવતી હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે અને નવી પેઢી પણ ભારતીય સંસ્કળતિ તથા તહેવારો સાથે જોડાય તે દિશામાં આ પ્રકારની પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ધર્મસભા પાછળનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ભાવનાની સાથે સમાજમાં ભાઈચારો, એકતા અને સંસ્કળતિ પ્રત્યેની જાગળતિને મજબૂત કરવાનો રહ્યો હતો. સંતોના આશીર્વાદ અને આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
કાર્યક્રમનું સુંદર સંચાલન એન્કર અશ્વિનભાઈ મેઘાણીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધર્મપ્રેમી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતે સર્વ સમાજના અગ્રણીઓ, આગેવાનો અને ઉપસ્થિત મહેમાનો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાથે બેસીને પ્રસાદી સ્વરૂપે ભોજન લીધું અને ધાર્મિક તથા સામાજિક એકતાના માહોલ વચ્ચે કાર્યક્રમનું સમાપન થયું હતું. વાંકાનેરમાં શ્રાવણ માસના પાવન પર્વોની ઉજવણી સાથે યોજાયેલી આ ધર્મસભા ધાર્મિક આસ્થા, સંતોના આશીર્વાદ, સામાજિક એકતા અને સાંસ્કળતિક પરંપરાના સંવર્ધનનું સુંદર સંમિશ્રણ બની રહી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધીના લોકોની ઉત્સાહભેર હાજરીએ વાંકાનેરની ધાર્મિક અને સામાજિક એકતાની ઝલક સ્પષ્ટ કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
