<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જામકંડોરણાના સાજડીયાળી ગામે રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાયો

નવનિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયુંકેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયાની ઉપસ્‍થિતિ

 

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણાઃ તા.ર૧, તાલુકાના સાજડીયાળી ગામે શ્રી રામચંદ્ર ભગવાનના નવનિર્મિત મંદિરનો ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ સાજડીયાળી સમસ્‍ત ગામ દવારા ભાવભેર ધામધૂમથી ઉજવાયો હતો તેમજ નવનિર્મિત સ્‍વ.પરેશભાઈ ગોવિંદભાઈ રાણપરીયા પ્રવેશદ્વારનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું આ તકે કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા,પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, સુરતના અગ્રણી બિલ્‍ડર પરસોતમભાઈ ગજેરા, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા એ લેઉવા પટેલ સમાજ પાસે સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી ઠાકોરજી તથા દેવી દેવતાઓની સામૈયાની જલયાત્રામાં જોડાયા હતા આ તકે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા, પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઈ વ્‍યાસ, આશિષભાઈ કોયાણી,તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ બાબરીયા, ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો, કાર્યકરો, આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી આ તકે ગ્રામજનોએ મનસુખભાઈ માંડવીયા તથા જયેશભાઈ રાદડીયા અને રમેશભાઈ ધડુક, પરસોતમભાઈ ગજેરાનું સન્‍માન કરી આવકાર્યા હતા આ ત્રિ દિવસીય પ્રતિષ્ઠા મહોત્‍સવ પ્રસંગે રાત્રે હાલારી રાસ કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો આ પ્રસંગે શ્રી વલ્લભકુલભુષણ પુ.પા.ગો.૧૦૮ શ્રી શરદબાવાએ પધારી વૈષ્‍ણવોને વચનામળતનો લાભ આપ્‍યો હતો તેમજ અંતિમ દિવસે મહાપ્રસાદ અને રાત્રે ભવ્‍ય લોકડાયરામાં કલાકારોએ રમઝટ બોલાવી હતી આ તકે પધારેલા મહેમાનો આમંત્રિતો,રાજકીય આગેવાનોને તેમજ લોકોને રાજકોટ જીલ્લા દુધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા સહિતના સમસ્‍ત ગ્રામજનોએ આવકારી આભાર વ્‍યકત કર્યો હતો.

(11:52 AM IST)