હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st August 2026
હિરાસર એરપોર્ટ ઉપર ફલાઈટ વધારવા કેશરીદેવસિંહ ઝાલાની રજૂઆત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૦: રાજ્યસભા સાંસદ કેસરીદેવસિહ ઝાલાએ રાજકોટ(હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ તથા એર કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામામોહન નાયડુજીને રજૂઆત કરી છે.
સાંસદ ઝાલા દ્વારા જણાવ્યું કે હિરાસર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરીમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો અને નિકાસકારોને અમદાવાદ-મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે.
રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર-ઉદ્યોગ, નિકાસ, પ્રવાસન અને NRI સમુદાયને મોટો લાભ મળશે. આથી હિરાસર એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા તથા સીધી આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ માટે જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા સાંસદએ ભારપૂર્વક રજૂઆત કરી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
