<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગોંડલ એસટી ડેપોથી ખોડલધામ-અંબાજી નવો એસટી બસ રૂટ શરૂ

 

ગોંડલઃ ગોંડલ એસટી ડેપો દ્વારા ખોડલધામ-અંબાજી નવો એસટી બસ રૂટ શરૂ કરવામાં આવ્‍યો છે. આ નવી બસ સેવા ખોડલધામથી સાંજે ૬:૦૦ કલાકે ઉપડી વાયા ગોંડલ, રાજકોટ, ચોટીલા, અમદાવાદ બાયપાસ અને ગાંધીનગર થઈને અંબાજી પહોંચશે. ત્‍યારબાદ અંબાજીથી પણ સાંજે ૬:૦૦ કલાકે બસ ઉપડી આ જ રૂટ મારફતે પરત ફરશે. નવા રૂટના પ્રારંભ પ્રસંગે રાજકોટ વિભાગીય નિયામક એમ.પી. રાજ, વિભાગીય યાંત્રિક ઇજનેર એમ.સી. સોની તથા ગોંડલ ડેપો મેનેજર એસ.એ. મોમીન દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્‍થાન કરાવવામાં આવી હતી. આ નવી બસ સેવા શરૂ થવાથી ખોડલધામ તથા અંબાજી જેવા મહત્‍વપૂર્ણ ધાર્મિક સ્‍થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને સીધી અને સુવિધાયુક્‍ત પરિવહન સેવા ઉપલબ્‍ધ થશે.  એસટી વિભાગના ત્રણેય યુનિયનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્‍યામાં કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:56 AM IST)