<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અમરેલીના વરસડા ગામમાં ૧૦૦ એકર જગ્‍યામાં પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરી ‘સંજીવ વન'નું નિર્માણ

દુબઈ સ્‍થિત કળષ્‍ણકાંત મહેતા પરિવારના ૧.૫ કરોડના માતબર અનુદાનથી પર્યાવરણનું ઉમદા કાર્ય : લોકાર્પણ પ્રસંગ નિમિત્તે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની વિશેષ હાજરી

રાજકોટ તા. ૨૦ : અમરેલીના વરસડા ગામમાં દુબઈ સ્‍થિત સંજીવ ઈન્‍દિરા કળષ્‍ણકાંત મહેતા પરિવારના ૧.૫ કરોડના માતબર અનુદાનથી ૧૦૦ એકર વિસ્‍તારમાં ‘સંજીવ વન'નું નિર્માણ કરી ૫,૦૦૦ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે. દરેક વળક્ષને પીંજરા સાથે ત્રણ વર્ષ સુધી નિયમિત પાણી આપવાની, જાળવણી કરવાની, રક્ષણ આપવાની અને વળક્ષોના યોગ્‍ય ઉછેરની જવાબદારી નિભાવવામાં આવશે.

પર્યાવરણ સંરક્ષણ, અમરેલી જીલ્લાની ધરતીને હરિયાળી કરવા અને આવનારી પેઢીઓ માટે સ્‍વચ્‍છ તથા સમળદ્ધ કુદરતી વાતાવરણ ઊભું કરવાના હેતુથી દાતાના સહયોગથી સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા અમરેલી જિલ્લાના વરસડા ગામમાં વિશાળ વળક્ષારોપણ પ્રકલ્‍પ હાથ ધરવામાં આવ્‍યો છે. વિદેશમાં હોવા છતા માં ભારતીને લીલી ઓઢણી ઓઢાડવાના ઉમદા મનોરથ સાથે સંજીવ ઈન્‍દિરા કળષ્‍ણકાંત મહેતા પરિવારનું પર્યાવરણ લક્ષી સત્‍કાર્ય કરવામાં આવ્‍યું.

સંજીવ ઈન્‍દિરા કળષ્‍ણકાંત મહેતા પરિવારના પર્યાવરણલક્ષી સત્‍કાર્યના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત અનેક આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ અને સેવાભાવી વ્‍યક્‍તિઓએ ઉપસ્‍થિત રહી આ પર્યાવરણલક્ષી અભિયાનને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા અમરેલી જીલ્લાના વરસડા ગામમાં ૨૫૦ એકર વિસ્‍તારમાં ૧૨,૦૦૦થી વધુ વળક્ષો ઉછેરવાનું લક્ષ્ય છે જે પૈકી વરસડા ગામમાં અત્‍યાર સુધીમાં આશરે ૧૦૦ એકર વિસ્‍તારમાં ૫,૦૦૦ વળક્ષોના વાવેતરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વળક્ષારોપણ દ્વારા અમરેલી જીલ્લામાં હરિતક્રાંતિ સર્જાશે. પ્રથમ તબક્કામાં દાતાઓના ૧.૫ કરોડના માતબર અનુદાનથી ૫,૦૦૦ વળક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે.

૨૫૦થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા માત્ર ૭ દિવસના ટુકા ગાળામાં ૧૦૦ એકર વિસ્‍તારમાં ૧૫થી વધુ મશીનરી, જેમાં જેસીબી, ટ્રેક્‍ટર, પાણીના ટેન્‍કર, પીકઅપ, બોલેરા સહિતનાં વાહનોનો ઉપયોગ કરી આ વિશાળ કામગીરીને ખુબજ ખંત પૂર્વક જડપથી પૂર્ણ કરવામાં આવી છે.

પીપળો, વડલો, ઉમરો, લીમડો, કરંજ, અર્જુન, ખાટી આંબલી, બેહડા, જાંબુડા, રાવણાં સહિત અનેક દેશી વળક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ વળક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા ઉપરાંત પક્ષીઓ અને અન્‍ય જીવસળષ્ટિ માટે ખોરાક, આશ્રય અને કુદરતી નિવાસસ્‍થાન ઊભું કરવામાં પણ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સંકલ્‍પ અંતર્ગત અત્‍યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં ૧ કરોડ ૪૦ લાખથી વધુ વળક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું છે.  સદભાવના વળદ્ધાશ્રમ પાસે હાલમાં આશરે ૭૫૦ ટ્રેક્‍ટર તથા ૭૫૦ ટેન્‍કરની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત સમગ્ર કામગીરી માટે આશરે ૪,૦૦૦ પગારદાર કર્મચારીઓની ટીમ કાર્યરત છે.

(12:53 PM IST)