<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

સીટી સી ડિવીઝન વિસ્‍તારમાં ‘‘સ્‍પેશ્‍યલ કોમ્‍બીંગ ડ્રાઇવ કરતી જામનગર જીલ્લા પોલીસ

જામનગરઃ સીટી સી ડીવી પો.સ્‍ટેમાં દિગ્‍મામ સર્કલ બાવરીવાસ વિસ્‍તારમાં જામનગર સીટી સી, ડીવીઝન પોલીસ સ્‍ટાફ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી તથા પેરોલફલોં દ્વારા ‘‘સ્‍પેશ્‍યલ કોમ્‍બીગ ડ્રાઇવ'' નુ આયોજન કરવામા આવેલ જેમા અલગ અલગ દેશી દારૂના ધંધાર્થીઓને ત્‍યાં રેઇડ કરતા જેમા દેશી દારુ લી - ૧૪૨ કિં રૂ. ૨૮.૪૦૦નો કબ્‍જે કરવામા આવેલ તેમજ   આથો લી - ૬૦૦ કિં રૂ. ૩૫૦૦૦નો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તથા ડ્રાઇવ દરમ્‍યાન (૧) પ્રોહીબીશનના કેશ-૧૭,(૨)મિલ્‍કત સંબંધી ગુનાના આરોપીઓ ચેક-૦૯, (૪)એમ.સી.આર. ઇસમ ચેક -૦૧, (૫)પ્રોહી બુટલેગર્સ /પ્રોહી ધંધાર્થી ચેક - ૨૫,(૬)વાહન ચેક - ૪૫ની કામગીરી કરાઇ હતી.  આ કામગીરી એલ.સી.બી./એસ.ઓ.જી. પો.ઇન્‍સ   વી.બી.ચૌધરી તથા સીટી સી ડીવી પો.સ્‍ટે પો.ઇન્‍સ  એચ.વી.રાઠોડ તથા એલ.સી.બી. પો.સબ.ઇન્‍સ  એમ.વી.ભાટીયા તથા એસ.ઓ.જી. પો.સબ.ઇન્‍સ. એલ.એમ.ઝેર તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ, પોલીસ સ્‍ટાફ તથા સીટી સી ડીવીઝન ડી સ્‍ટાફ નાઓ દ્વારા  કરવામાં આવેલ છે.

(12:54 PM IST)