<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ચેલા ગામ પાસે ટેમ્‍પો ટ્રાવેલ્‍સમાંથી બે લાખનો દારૂ મળ્‍યો!

સીટ નીચે ચોરખાનુ બનાવી ર૦૬પ ચપલા છૂપાવ્‍યા હતાઃ ધ્રોલના દેડકદડ ગામે જૂગાર રમતા ૪, લાલપુરના પીપરટોડામાં ૬, જામનગરમાં ૪ ઝડપાયા

જામનગર એલસીબીએ લાલપુર રોડ પર આવેલા ચેલા નજીકના એશ્વર્યા ફાર્મ પાસે પસાર થઇ રહેલી ટેમ્‍પો  ટ્રાવેલ્‍સને અટકાવી તેમાંથી ર૦૦પ નંગ ઇંગ્‍લિશ દારૂના ચપટા લઇ જતા વિજયસિંહ બહાદુરસિંહ જાડેજાને  ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર) (૪.૭))

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૧: લાલપુર રોડ ચેલા ગામથી આગળ એશ્વરીયા ફાર્મ પાસે રોડ ઉપર પેસેન્‍જર વાહન ની આડમાં ટેમ્‍પો ટ્રાવેલ્‍સ નં-જી.જે.૧૯ એકસ ૫૫૫૪ મા શીટ નીચે ચોર ખાના બનાવી તે ખાનામા ઇંગ્‍લીશ દારૂના ચપલા સાથે વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા જાતે ગીરા ઉ.વ.૪૪ ધંધો ડ્રાઇવિંગ રહે દરેડગામ તાલુકા શાળા પાસે  પેસેન્‍જરો ની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા નંગ-૨૦૬૫ કિ.રૂા. ૨,૦૬,૫૦૦/- તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦/- તથા ટેમ્‍પો ટ્રાવેલ્‍સ કિ.રૂ.૮,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૦,૧૧,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા  કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્‍થો સપ્‍લાયર અમીતભાઇ રહે.સેલવાસ નરોલી વિસ્‍તાર સેલવાસ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઈ પટેલ, ધનશ્‍યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધમેન્‍દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 દેડકદડ ગામમાં મેલડી માતાજીના મંદીર પાછળ આવેલ વોકળામાં જાહેરમાં  જુગાર રમતા રોકડા રૂપીયા-૧૦,૨૦૦/- તથા કબ્‍જે કરી (૧) મહીપતસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.૫૩ ધંધો ખેતી  (૨) ભુપતભાઈ ખોડાભાઈ કુંભારવાડીયા ઉ.વ.૪૦ ધંધો,ખેતી (૩) કિરીટસંગ ઉમેદસંગ જાડેજા ઉ.વ.પણ ધંધો ખેતી રહે. (૪) ગુણવંતસિંહ હરધોળજી જાડેજા ઉ.વ.૬૩ ધંધો ખેતી રહે-હેડકદડ ગામ તા. પોલ જી. જામનગરને પકડી પાયા હતા. અને (૧)વનરાજસિંહ સાવજુભા જાડેજા તથા (૨) ધર્મેદ્રસિંહ દેવીસિંહ જાડેજા તથા

(૩) દિલીપભાઈ મોહનભાઈ જાખેલીયા રહે. બધા દેડકદડ ગામ ના. ધ્રોલ જી.જામનગર તથા  ( (૪) ચીનાભાઈ નાથાભાઈ રહે.સણોસરા ગામ તા.ધ્રોલ જી.જામનગર ફરાર થઇ ગયા હતા.  આ કાર્યવાહી ધ્રોલ પો.સ્‍ટે. ના પોલીસ ઇન્‍સ. પી.એન.ખાચર સાહેબ વચા ધ્રોલ સર્વલન્‍સ સ્‍ટાફ વિગેરે દ્વારા  કરવામા આવેલ છે.

પીપરટોડા ગામની મોટા તળાવ ગામ સીમ વિસ્‍તારમાં બાવળની જાડી નીચે જાહેરમાં જુગારમાં રેઇડ દરમ્‍યાન (૧) શક્‍તીસિંહ મહીપતસિંહ જાડેજા જાતે.ગીરા ઉવ.રપધંધો.ડ્રાઇવિંગ રહે.જામનગર તથા(ર)રમેસભાઇ ગોકળભાઇ ચૌહાણ જાતે.સતવારા ઉ.વ.૪૬ ધંધો.ખેતી રહે.પીપરટોડા ગામ તા.લાલપુર જી.જામનગર મજકુર નં.(૩)વીવેકભાઇ હીતેસભાઇ અગ્રાવત જાતે.બાવાજી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.જામનગર (૪) અનીરુધભાઇ ગોરધનભાઇ ચોવટીયા પટેલ ઉ.વ.૭૫ રહે. જામનગર.(૫)પ્રદ્યુમનસિંહ ભીખુભા જાડેજા જાતે.ગીરા ઉ.વ.૪૯ ધંધો.ખેતી રહે.પડાણા તા.લાલપુર જી.જામનગર (૬)રજનીકાંતભાઇ વીઠલભાઇ સંઘાણી રહે જામનગરને ઝડપી પાડયા હતા. આ કામગીરી લાલપુર પો.સ્‍ટે.ના (I/C)પોલીસ ઇન્‍સપેકટર એસ.પી. ગોહીલ  તથા પોલીસ હેડ કોન્‍સ એમ.એન.જાડેજા તથા પો.હેડ કોન્‍સ એસ.પી. જાડેજા તથા પો.કોન્‍સ વીપુલ એલ. કોટા તથા પો.કોન્‍સ વીજયભાઇ કરંગીયા  દ્વારા કરેલ.

 જામનગર શહેરમાં નાગેશ્વર કોલોની લાકડા ના બેન્‍સા પાસે રેઇડ કરતા આરોપી નં.(૧) કિશન ધીરૂભાઇ પરમાર  કોળી ધંધો મજુરી રહે.નાગેશ્વર કોલોની લાકડાના બેન્‍સા પાસે, જામનગર તથા નં.(૨) મીલન ડાયાભાઇ શીયાળ કોળી ધંધો મજુરી રહે.નાગેશ્વર કોલોની લાકડાના બેન્‍સા પાસે, નં.(૩) મીલન ધીરૂભાઇ શીયાળ  કોળી ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.નાગેશ્વર કોલોની શીતળા માતાજી ના મંદીર પાસે, નં.(૪) વિમલ ભાવેશભાઇ બારીયો કોળી ધંધો મજુરી રહે.નાગેશ્વર કોલોની ગાયત્રી માતા ના મંદીર પાસે,  વાળાઓ હારજીત કરી કુલ રોકડા રૂપીયા ૧૧,૧૨૦/-નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્‍સ. એન.બી.ચૌહાણ,  સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ ઇન્‍સ. એમ.એચ,મહેતા તથા એ.એસ.આઈ. મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, રવિન્‍દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્‍સ. ક્રીપાલસિંહ સોઢા, જયપાલસિંહ જાડેજા,ઓસમાણભાઇ સુમરા તથા પો.કોન્‍સ. સાજીદભાઈ બેલીમ, ધર્મેન્‍દ્રસિંહ વાઢેર, જયદીપસિંહ જાડેજા, કલ્‍પેશભાઈ અઘારા, પ્રહલાદસિંહ જાડેજા, રવીકાંત રાઠૌર, કપીલભાઇ ગુજરીયા,નીલેશભાઇ ઠાકરીયા દ્વારા કરવામાં આવેલ છે.

(12:56 PM IST)