<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

‘એક બનીએ, સંગઠિત થઈએ' ના નાદ સાથે હિન્‍દુ રાષ્‍ટ્ર નિર્માણનું ડો. તોગડીયાનું આહ્વાનઃ કાર્યાલયનું ઉદ્ધાટન

કેશોદ ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગ દળના ભવ્‍ય કાર્યક્રમમાં ઉપસ્‍થિતી

 

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧:  સનાતન હિન્‍દુ સમાજને એકસૂત્રે બાંધવા અને હિન્‍દુ રાષ્‍ટ્રના નિર્માણના સંકલ્‍પ સાથે  કેશોદ ખાતે ધાર્મિક અને સામાજિક ચેતનાનો પ્રવાહ વહ્યો. અંતરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, સૌરાષ્‍ટ્ર પ્રાંત અને રાષ્‍ટ્રીય બજરંગ દળ, સૌરાષ્‍ટ્ર પ્રાંત દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં હિન્‍દુ હૃદય સમ્રાટ ડો. પ્રવીણભાઈ તોગડીયાજી કેશોદના આંગણે પધાર્યા હતા.

ડો. પ્રવીણભાઈ તોગડીયાજીના આગમનથી સમગ્ર કાર્યક્રમ સ્‍થળ ‘ભારત માતા કી જય' અને ‘જય શ્રીરામ' ના નારા ગુંજી ઉઠ્‍યા હતા. કેશોદ સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી સમસ્‍ત સનાતન હિન્‍દુ ભાઈ-બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ડો. તોગડીયાજીએ પોતાના ઉદબોધનમાં ‘હિન્‍દુ હી આગે' ના સૂત્ર સાથે ધાર્મિક ચેતના, રાષ્‍ટ્રભક્‍તિ અને સાંસ્‍કળતિક એકતાને મજબૂત બનાવવા પર ભાર મૂકયો. તેમના પ્રેરક પ્રવચનથી સૌરાષ્‍ટ્રના હિન્‍દુ સમાજમાં નવી ઉર્જા અને સંગઠનનો સંચાર થયો હતો.

કેશોદના ડી.પી. રોડ પર અંતરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગ દળના નવા કાર્યાલયનું પણ ભવ્‍ય ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. હવે સંગઠનની પ્રવળત્તિઓ કેશોદમાંથી વધુ વેગવંતી બનશે.

મંચસ્‍થ મહાનુભાવોએ ‘ચાલો એક બનીએ, સંગઠિત થઈએ અને હિન્‍દુ રાષ્‍ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ' આ ભાવના સાથે સૌને એકજૂથ થવા આહ્વાન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્‍ટર ભૂપેન્‍દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટતા કેશોદ પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

બાઈટઃ ડો. પ્રવીણભાઈ તોગડીયા - સમાજને સંગઠિત કર્યા વિના રાષ્‍ટ્રનું નિર્માણ શકય નથી. કેશોદની આ ધરતી પરથી આજે આપણે સંકલ્‍પ લઈએ કે હિન્‍દુ સમાજ એક થશે અને દેશને પરમ વૈભવ તરફ લઈ જશે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્‍થિતોએ રાષ્‍ટ્ર અને ધર્મ માટે કાર્ય કરવાનો સંકલ્‍પ લીધો હતો.

(12:57 PM IST)