હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં મન્થલી ક્રાઇમ કોન્ફરન્સ : જુલાઇમાં પ્રશંસનીય કામગીરી કરનારા ર૮ પોલીસ કર્મચારીઓને બિરદાવાયા
એસપી શ્રી ભગીરથસિંહ જાડેજાના હસ્તે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરીને તેની દાખલારૂપ કામગીરીને આવકારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: પોલીસ કામગીરીની સમીક્ષા કરવા દર મહીને યોજાતી ક્રાઇમ કોન્ફરન્સમાં દાખલારૂપ કામગીરી કરનારા ર૮ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું એસપી ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવીને તેઓના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
ગત જુલાઇ માસમાં ગંભીર ગુનાના ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની તથા અનડીટેકટ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવાની તથા મોટા જથ્થાના ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસો શોધી તથા ગેરકાયદેસર હથીયાર અગ્નિશષાનો કેસ શોધી કાઢી તથા અપહરણ થયેલ બાળકીનું ભીક્ષાવૃતી કરાવવાના ઇરાદે આરોપીઓએ અપહરણ કરી મોબાઇલ ફોનની લુંટ કરેલનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રોત્સાહન મળે તે માટે ર૮ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનીત કરી બિરદાવવામાં આવ્યા.
રાણાવાવ પો.સ્ટે.ના પોકસોના ગુનામાં ફરીયાદીની સગીરવયની દિકરીનું આરોપીએ અપહરણ કરેલ ત્યારે સોનાના દાગીના લઇ ગયેલ જે દાગીના ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ' અંતર્ગત ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન જીલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા ફરીયાદીને પરત આપવામાં આવેલ છે.
આ સન્માનીતોમાં એલસીબીના પો.ઇન્સ. આર.કે.કાંબરીયા, એએસઆઇ ઉદયભાઇ કેશુભાઇ વરૂ, એએસઆઇ બટુકભાઇ લાખાભાઇ વિંઝુડા, પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમર, પો.હેડ કોન્સ. હીમાંશુભાઇ વાલાભાઇ મક્કાપ પો.કોન્સ. નટવરભાઇ દુદાભાઇ ઓડેદરા, પો.હેડ કોન્સ. લખમણભાઇ મેરૂભાઇ ઓડેદરા, પો.હેડ કોન્સ. જીતુભાઇ રાજશીભાઇ દાસા, એએસઆઇ કુલદીપસિંહ રાજુભા જાડેજા, પો.હેડ કોન્સ. સલીમભાઇ વજરૂદીનભાઇ પઠાણ, પેરોલ ફર્લો સ્કોના એએસઆઇ હરેશભાઇ રામભાઇ સીસોદીયા તથા પો.હેડ કોન્સ. જેતમલભાઇ લખુભાઇ મોઢવાડીયાનો સમાવેશ થાય છે.
પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. વજસીભાઇ માલદેભાઇ વરૂ, પો.હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. મોહીતભાઇ રાજેશભાઇ ગોરાણીયા, ઉદ્યોગનગરના એએસઆઇ ભાવીનભાઇ પ્રવિણભાઇ કારેણા, પો.હેડ કોન્સ. વિશાલભાઇ રવજીભાઇ વિંઝુડા, કમલાબાગ પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ ત્રીકમભાઇ ભટ્ટ, વુમન પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઇ સોલંકી, કમલાબાગ પો.હેડ કોન્સ. ચેતનભાઇ ગીગાભાઇ મોઢવાડીયા, પો.કોન્સ. સાજનભાઇ રામશીભાઇ વરૂ તેમજ કીર્તીમંદીરના સર્વેલન્સ સ્ટાફનું સારી કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું.
રાણાવાવ પો.કોન્સ. સરમણભાઇ દેવાયતભાઇ મારૂ, પો.કોન્સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા તથા રાણાવાવ પોલીસ સ્ટેશન સ્ટાફને દાખલારૂપ કામગીરી માટે બિરદાવીને સન્માન કરાયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
