હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ?? ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૧: મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ શ્રીજી એજન્સી સંભાળે છે અને તેના ઉપર મહાનગરપાલિકાના અધિકારીઓના ચાર હાથ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ગઈકાલે જ શ્રીજી એજન્સીનું ટ્રેક્ટર લાયસન્સ વગરનો માણસ ચલાવતો હોવાનું તેમજ ઘરે ઘરેથી રૂપિયાના ઉઘરાણા કરાતા હોવાના આક્ષેપો થયા છે તો પણ એજન્સીની સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ એજન્સી ઉપર મહાનગરપાલિકાના અધિકારીઓના ચાર હાથ હોવાનો આક્ષેપ ભાજપના યુવા આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે.
હાલમાં ભાજપના યુવા આગેવાન પરિમલ ઠક્કરના જણાવ્યા અનુસાર આ એજન્સી જે કચરાનું કલેક્શન કરી છે અને જે વાહનમાં એકઠો કરવાનો હોય તે ટિપરવાનમાં સૂકો કચરો, ભીનો કચરો, સેનેટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર વેસ્ટ એમ ચાર પ્રકારમાં વિભાજન કરવાનું હોય છે, પરંતુ તેને બદલે ખુલ્લા વાહનમાં બધો જ કચરો ઠાલવવામાં આવે છે. આ ટ્રેક્ટરને ગ્રીન નેટથી કવર કરવુ પડે પરંતુ તે પણ કરવામાં આવતું નથી. નાની સાંકળી શેરીઓમાં કલેક્શન માટે ઈ-કાર્ટ કે રિક્ષા રાખવાની શરત હોવા છતાં કોઈ અધિકારી કંઈ કહેતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી.નાની સાંકડી શેરીમાંથી કચરાનું કલેક્શન ન થતું હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી. એજન્સી નું કામ દરેક ઘરેથી કચરો ઉપાડી વાહનમાં ઠાલવવાનું છે. જે કામ એજન્સી કરતી નથી જેના લીધે બહેનોએ ઘરના કામ અધૂરા મૂકી ગાડી આવે ત્યારે તેમાં કચરો નાખવા દોડવું પડે છે.
ભંગ કરતી હોવા છતાં તેના પર શા માટે કાયદેસર કાર્યવાહીને બદલે ચુકવણા કરવામાં આવે છે ? ડેપ્યુટી કમિશનર સંજય સોનીનું તો તેમની જ કચેરીમાં કાંઈ જ ઉપજતું નથી. તેમણે ઓન પેપર કરેલા હુકમોનું પાલન તેમનો જ સ્ટાફ કરતો નથી. એ વાત તો જાહેર છે, પરંતુ કમિશનર પણ આ મામલે કાર્યવાહી શા માટે કરતા નથી? આ બાબતે ખુલાસો આપવા ભાજપના યુવા આગેવાન પરિમલ ઠક્કરે જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
