<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જેતપુરના ડાઈંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસિએશનમાં વટભેર જેન્‍તીભાઇ રામોલિયાની ટીમ બિનહરીફ

કારખાનેદારોએ વિરોધને જાકારો આપી વિકાસ કરનાર ટીમને ફરી સત્તા સોંપી

 

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૧:  શહેરની અગ્રણી ઔધોગિક સંસ્‍થા ડાઈંગ એ પ્રિન્‍ટિંગ એસોસિએશન ની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા માં આગામી ત્રણ વર્ષ માટે ચૂંટણી યોજાનાર હોય પ્રતિસ્‍પર્ધી મેદાનમાં આવેલ અને વર્તમાન બોડી ઉપર અનેક આક્ષેપો કરેલ પરંતુ ખોટા વિરોધ ને કારખાનેદારો એ જાકારો આપી ફરી સત્તા પારદર્શી વહીવટ કરનાર જેન્‍તીભાઇની ટીમ ને સોંપી વિરોધનો છેદ ઉડાડી દીધો હતો.

ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ જેન્‍તીભાઇ રામોલિયા ના પ્રમુખ પદે ડાઈંગ એ પ્રિન્‍ટિંગ એસોસિએશન ના અથાગ પ્રયત્‍નો થી સાડી ઉધોગ નો વિકાસ થઈ રહ્યો હોય. પરંપરા મુજબ દર ત્રણ વર્ષે હોદ્દેદારો માટેની ચૂંટણી કરવાની પરંપરા હોય ૨૦૨૬ થી ૨૦૨૯ સુધી ત્રણ વર્ષ માટે નવા હોદ્દેદારોની ચૂંટણી કરવાની જાહેરાત થયેલ હોય પરંતુ ઇલેક્‍શન કરતા સિલેક્‍શન ને યોગ્‍ય ગણાવતા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ શહેરની દરેક સંસ્‍થાઓમાં સર્વાનું મતે હોદ્દેદારો સત્તા સંભાળે તેવા હરહંમેશ પ્રયત્‍ન કરેલ, એસોસિયનમાં પણ આ જ પ્રથા ચાલુ રહે તેવા પ્રયત્‍ન કરેલ પરંતુ ચૂંટણીના દિવસે સવારે વિરોધ પ્રદર્શિત કરનારે ઉમેદવારી ફોર્મ ભરેલ પરંતુ તે ફોર્મ પાછું ખેંચી લેતા તમામ ટીમ  બિન હરીફ જાહેર થયેલ.

સાધારણ સભાની કાર્યવાહીમાં પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ વર્ષ દરમિયાન ની કામગીરીનો અહેવાલ રજૂ કરેલ,  સિક્રેટરી ચેતનભાઇ જોગીએ હિસાબો રજૂ કરતા તમામ કારખાનેદારોએ હિસાબ યોગ્‍ય અને પારદર્શક હોવાનું જણાવી સર્વનું મતે મંજૂર કરેલ.

ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા એ નવી ટીમને શુભેચ્‍છા પાઠવી કારખાનેદારોને ઉદ્યોગના વિકાસ માટે સંગઠિત થઈ કામ કરવા આહવાન કરેલ અને કોઈ ખોટી રીતે વાતાવરણને ડહોળવાની કોશિશ કરનારને જાકારો આપવા નિર્દેશ કર્યો હતો.

તમામ કારોબારી સભ્‍યોની યોજાયેલ મિટિંગમાં ફરી આગામી ત્રણ વર્ષ માટે જેન્‍તીભાઈ રામોલિયા ના શિરે પ્રમુખ નો તાજ પડેરાવેલ. નવી ટીમની જાહેરાત કરતા એશોસીએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલીયા, ઉપપ્રમુખ જીતેન્‍દ્રભાઇ હિરપરા, સેક્રેટરી ચેતનભાઇ  જોગી, જોઇન્‍ટ સેક્રેટરી બાબુલાલ ખાચરીયા, ખજાનચી મહેશભાઇ ગજેરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી અને સંજયભાઇ વેકરીયા, જેનીશભાઇ પાદરીયા, જતીનકુમાર વડાલીયા, ચેતનભાઇ આંબલીયા, સુરેશભાઇ સખરેલીયા,  પ્રવિણભાઇ નંદાણીયા, ચુનીભાઇ વામજા, મનસુખભાઇ વાઘાણી, હરશ્‍યામભાઇ ઠુંમર, રતિલાલ ખાચરીયા, શૈલેષભાઇ રાંક, જીતેન્‍દ્રભાઇ સતાસીયા, જીતેન્‍દ્રભાઇ રાદડીયા, લલીતભાઈ રાઠી, પ્રશાંતભાઈ આશરા, તુષારભાઈ ઠેસીયા કારોબારી સભ્‍ય તરીકે ટેક્ષટાઈલ ઉદ્યોગના ઉત્‍કર્ષ માટે ફરજ બજાવશે.

(1:01 PM IST)