News of Friday, 21st August 2026
ધોરાજી વોર્ડ નંબર ૯ના ભાજપના નગરસેવકે રાજીનામુ આપ્યું...
ઢોલ વગાડતા પાલિકાએ જઈ રાજીનામુ ઇનવર્ડ કરાવ્યું...

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૧: વોર્ડ નંબર નવ ના ભાજપના નગરસેવકે આશ્ચર્યજનક રીતે ઢોલ વગાડતા ઢોલીને સાથે લઈ નગરપાલિકામાં પોતાનું રાજીનામું ઇનવર્ડ કરાવ્યું હતું.
નગરસેવક પિયુષ જેન્તીભાઇ ચવાડિયા ઉર્ફે શિવાજી એ ગત રોજ બે ઢોલી ને સાથે લઈચીફ આઙ્ઘફિસર ને સંબોધી લેખિત રાજીનામું પાલિકા કચેરી ની ઇનવર્ડ શાખામાં ઇનવર્ડ કરાવ્યું હતું.
અપાયેલા રાજીનામા માં નગરસેવક એ જણાવ્યું હતું કે કર્મચારીઓ અમારા કામ ન કરતા હોય તેમજ અમારી અવગણના કરી અમારા વિસ્તારના કામો કરતા નથી. આ ઉપરાંત ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આઠ આઠ મહિના થી કામો પેન્ડિંગ પડેલા હોય જેથી માનસિક રીતે કંટાળી રાજીનામુ આપી રહ્યો છું.
ધોરાજીમાં બહુમતી થી શાશન માં આવેલ ભાજપ શાસિત નગરપાલિકાના નગરસેવકે રાજીનામુ આપતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ મામલે ભાજપના પદાધિકારીઓ એ કશું બોલવાનું ટાળ્યું હતું. જોકે રાજીનામાને લઈ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી રહી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
