News of Friday, 21st August 2026
રાણાવાવ પાસે બરડામાં ર સ્થળે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડાઃ ૬પ લીટર દારૂ તથા ર૦૦ લીટર આથો જપ્ત
બન્ને દારૂની ભઠ્ઠી ઉપરથી આરોપીઓ હાથ આવ્યા નહીઃ ભઠ્ઠીના સાધનો સહિત ર૧ હજારનો મુદામાલ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: રાણાવાવ નજીક બરડા ડુંગરમાં દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર દરોડો પાડીને ૬પ લીટર તૈયાર દારૂ તથા ૨૦૦ લીટર આથો ઝડપી લીધો હતો. આ દરોડો દરમિયાન બન્ને ભઠ્ઠી ચલાવનારા આરોપીઓ હાથ આવ્યા નહોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો. કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ ને બાતમી આધારે બરડા ડુંગર વિજફાડીયાનેશ વાળાનો દેશી દારૂનો જથ્થો મળી તેમજ બડા ડુંગર વિજફાડીયાનેશ થી દક્ષિણએ ચના હાદાભાઇ કટારા રહે. વિવફાડીયાનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને બંને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો. સ્ટે.માં પ્રોહિબિશનના અલગ-અલગ ગુન્હા નોંધ્યા છે.
આ દારૂ દરોડા દરમ્યાન ભોજા ભુરાભાઇ કટારા વાળાનો દેશી દારૂ લી. ૬૫/- તથા કેરબા નંગ-૦૨ મળી કુલ કિ. રૂા. ૭૦૫૦/- નો મુદામાલ મળી આવેલ હતો. બંને દારૂની ભઠ્ઠીના આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નહોતા.
આ દારૂ દરોડાની કામગીરી રાણાવાવ પો. સ્ટે.ના પો. ઇન્સ. બી.જી.ડાંગર તથા પો. સબ.ઇન્સ. આર.વી. મોરી તથા પો. હેડ. બી.જે. દાસા એ.કેસલુવા તથા કે.પી. ઝાલા તથા પો. કોન્સ. સંજય વાલાભાઇ સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ તથા ભરત કાનાભાઇ, તથા ફોરેસ્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
