<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પોરબંદરમાં ખાણ-ખનીજ વિભાગના મોટા દરોડા : રાતડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયું : ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

૨૯ મશીનરી અને વાહનો સીઝ : ૭ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ : કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આકસ્મિક કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૧ : પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અને ભૂસ્તરશાસ્ત્રી કે. એન. પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીની આગેવાની હેઠળ જિલ્લા ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા રાતડી ગામ, તા. પોરબંદર ખાતે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું બિન-અધિકૃત ખનન અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ટીમ દ્વારા કુલ 29 મશીનરી તથા વાહનો સીઝ* કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 15 ચકેડી મશીન (બિલ્ડિંગ સ્ટોન કટર મશીન)11 ટ્રેક્ટર,2 લોડર,1 એક્સકેવેટર આ 29 મશીનરી અને વાહનોની કુલ અંદાજિત કિંમત રૂ. 80,00,000 (એંસી લાખ) થાય છે.

ગેરકાયદેસર ખનીજ ખનનમાં સંકળાયેલ વ્યક્તિઓ ઉકા સાંગાભાઈ મોરી, કોડિયાતર ધાના રૂડાભાઈ, નરેલા દિવ્યેશ રમેશભાઈ,ભીમા કેશવાલા,મનીષ કાના માવદીયા,નિલેશ ભીમા કેશવાલા, કિશન રાજુ મોઢવાડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે

આ તમામ વિરુદ્ધ તપાસ ટીમ દ્વારા સર્વે / નોટીસ / કેસ દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(2:35 PM IST)