તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
અમેરિકાની ધરતી પર ભારતનું ગૌરવ વધારતા ભાવનગરના સિધ્ધાર્થ શેઠ

રાજકોટ તા. ૨૧ : ભારતના ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિતે અમેરિકાના સીએટલ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા વિશેષ કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવતા ગુજરાત (ભાવનગર)ના સિધ્ધાર્થ અજયભાઇ શેઠ વિજેતા બન્યા હતા.
આ સિધ્ધિ બદલ ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ એવા સુનિલ ગાવસ્કરના હસ્તે સિધ્ધાર્થ શેઠનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સીએટલના કોન્સયુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી પ્રકાશ ગુપ્તા સહિત સ્થાનિક મેયર, સાંસદ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સી.ઇ.ઓ. તથા ભારતીય સમુદાયના મહાનુભાવો ઉપસ્થિથત રહ્યા હતા.
અમેરીકાની ધરતી પર ભારતીય રાષ્ટ્રીય ગૌરવ વધારવા બદલ ભાવનગરના સિધ્ધાર્થ શેઠ પર ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
