<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રફાળા ગામના ખેડૂતોનો ઉગ્રવિરોધઃ સીકસલેન ગ્રીનફીલ્‍ડ બાયપાસ માટે ખેતીની જમીન સંપાદિત પ્રશ્ને આવેદન

જમીન સંપાદિત કરાશે તેમાં નાના ખેડૂતો છેઃ અનેક પરિવારો આર્થિક પાયમાલ થાય છે..

રાજકોટ,તા.૨૧: જીલ્લાના  રફાળા ગામની સીમમાં નિર્માણ પામી રહેલા ૬-લેન ગ્રીનફીલ્‍ડ બાયપાસ નેશનલ હાઇવે-૨૭ (ગોંડલ-હિરાસર ગ્રીનફીલ્‍ડ રોડ) માટે મોટા પાયે ખેતીની જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ પ્રક્રિયાને કારણે રફાળા ગ્રામ પંચાયત અને સ્‍થાનિક ખેડૂતોમાં ભારે રોષ, વ્‍યાપી ગયો છે. આ મામલે રફાળા ગ્રામ પંચાયત સરપંચ અને મોટી સંખ્‍યામાં ખેડૂતોએ અધિક કલેકટરને લેખિત આવેદનપત્ર આપી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા સમક્ષ પોતાની ગંભીર માંગણીઓ અને વાંધાઓ રજૂ કર્યા છે.

રજૂઆતમાં જણાવ્‍યા અનુસાર, જે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે તેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો સમાવિષ્ટ છે. ખેતી જ આ ખેડૂતો અને તેમના પરિવારની આજીવિકાનું મુખ્‍ય અને એકમાત્ર સાધન છે. જો તેમની જમીન આ રીતે સંપાદિત કરી લેવામાં આવશે, તો અનેક પરિવારો આર્થિક રીતે સંપૂર્ણ પાયમાલ થઈ જશે અને તેમના જીવનનિર્વાહ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે.ગામના સરપંચ અને સ્‍થાનિક ખેડૂતોએ સ્‍પષ્ટ કર્યું છે કે, ગામના ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના જીવનનિર્વાહ, હકો અને ભવિષ્‍યને નુકસાન ન થાય તે સુનિヘતિ કરવાની જવાબદારી સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓની છે. ખેડૂતોને ન્‍યાય મળે અને સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા અનુસરવામાં આવે તે અત્‍યંત જરૂરી છે.જો ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવી ચીમકી રફાળા ગામના ખેડૂતોએ ઉચ્‍ચારી છે.

(3:39 PM IST)