હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરજણસુખ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીઃ ભાનુભાઈ પંચમિયાનું સન્માન

રાજકોટ, તા.૨૧: કુંકાવાવ તાલુકાના અરજણસુખ પ્રાથમિક શાળામાં દેશભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સ્વાતંત્ર્યપર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ કાળુભાઈ મોવલિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તોરી આઝાદ યુવક મંડળના પ્રમુખ વિનુભાઈ કોટડીયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર હિંમતભાઈ વેકરીયા, તોરી આદર્શ માધ્યમિક શાળાના નિવળત્ત આચાર્ય બાલુભાઈ હિરપરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્યપર્વની ઉજવણી પ્રસંગે વર્ષોથી નિઃસ્વાર્થ સેવાકાર્ય કરતા ભાનુભાઈ વનમાળીભાઈ પંચમિયાને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. અરજણસુખ તથા આસપાસના ગામોમાં કોઈપણ પ્રકારનું સેવાકાર્ય હોય-પાણીનું પરબ યોજવાનું હોય, વળક્ષારોપણ કરવાનું હોય, અંતિમવિધિ માટેની સામગ્રીની વ્યવસ્થા કરવાની હોય કે સ્મશાનના જીર્ણોદ્ધારનું કાર્ય હોય-અરજણસુખમા ભાનુભાઈ પંચમિયા હંમેશાં અગ્રેસર રહી પોતાની હાજરી તથા યથાશક્તિ સહયોગ આપતા આવ્યા છે.
આ પ્રસંગે બચુભાઈ પુંજાભાઈ વસોયા, વશરામભાઈ, શૈલેષભાઈ મોવલિયા, ભીખાભાઈ, નિલેશભાઈ દેવમુરારી, ધીરુભાઈ રાવળદેવ, કૈલાશબેન જોગાણી સહિતના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
