News of Friday, 21st August 2026
કાલે જૂનાગઢમાં મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચાના પુસ્તકનું વિમોચન
કોૈશિકભાઇ વેકરીયા, અર્જૂનભાઇ મોઢવાડિયા, સાધુ-સંતોની ઉપસ્થિતીમાં 'ઓન્લી બ્રેથિંગ ઇઝ નોટ લિવીંગ-ટુ' નુ લોકાર્પણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: જૂનાગઢ રઘુવીર સેનાના સુપ્રીમો અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચાના પુત્ર મોટીવેશનલ સ્પીકર પાર્થ કોટેચાના લીખીત ઓન્લી બ્રેથીંગ ઇઝ નોટ લિવીંગ પુસ્તકનું તા.૨૨ને શનીવારે સાંજે ૫ કલાકે ભવનાથ રોડ પર ગિરનાર દરવાજા પાસે આવેલ ધી ફર્ન લિયો રિર્સોટ ખાતે વનમંત્રી અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ ઉર્જા અને કાયદામંત્રી કોૈશિકભાઇ વેકરીયાના હસ્તે રોનક પટેલ, દિપકભાઇ રાજાણી તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા શહેર ભાજપ પ્રમુખ ગોૈરવ રૂપારેલીયા મેયર ધર્મેશ પોશીયા ડે મેયર આકાશ કટારા શાસક પક્ષના નેતા મનન અભાણી સહિત રાજકીય સામાજીક આગેવાનો છ તેમજ રી પંચદશનામ જૂનાઅખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુ. ઇન્દ્રભારતી બાપુ ભવનાથ પ્રેરણાધામના પુ. લાલબાપુ તથા ભગવતગુરૂ આશ્રમ સુર્યમંદિરના મહામંડલેશ્વર પુ. જગજીવનદાસ બાપુ મેંદરડા ખાખી મઢી રામજીમંદિરના મહંત મહામંડલેશ્વ પુ. સુખરામદાસજી બાપુ સહિતના સંતો મહંતો તેમજ લિયોરિર્સોટના માલિક વિપુલભાઇ કોટેચાની ઉપસ્થિતમાં બુકનું લોંચીગ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ તેમજ કેળવણીકારો વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે અને પાર્થ કોટેચાને શુભેચ્છા પાઠવશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
