તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 21st August 2026
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : લિસ્ટેડ બુટલેગર સાગર ઉર્ફે કાંચાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 13.66 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રદીપ ખાડીયા વિસ્તારના બુટલેગરે રાજસ્થાનથી મંગાવેલ 1968 બોટલ છુપાવી હતી પાદરીયા ગામની ગૌશાળામાં : આરોપી ફરાર, ક્રેટા કાર સહિત મુદ્દામાલ કબજે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૧ : જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દેશી/વિદેશી દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા ઉપરી અધિકારીશ્રીઓ તરફથી કડક સુચના આપવામાં આવેલ છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળેલ કે, લિસ્ટેડ બુટલેગર સાગર ઉર્ફે કાંચો પ્રવિણભાઈ સોલંકી રહે. જૂનાગઢ, પ્રદીપ ખાડીયા વાળાએ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પાદરીયા ગામે આવેલ પોતાના કબ્જા ભોગવટાના વૃંદાવન ગૌ શાળામાં દારૂના જથ્થાનું કટીંગ કરે છે અને હાલ પ્રવૃત્તિ ચાલુ છે.
બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખડીયા તરફ જતા રોડ પર પાદરીયા ગામે પ્રાથમિક શાળાની સામેની ગલીમાં જમણી બાજુ વળી આશરે 200 મીટર અંદર જતા પૂર્વ બારના ડેલા વાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. ત્યાં એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી રજી.નં. GJ-03-BJ-3122 પડેલ જોવામાં આવેલ અને ગાડીની બાજુમાં પ્લાસ્ટિકના ઝબલા પડેલા હતા. ગૌ શાળામાં તપાસ કરતા મજકુર સાગર ઉર્ફે કાંચો હાજર મળી આવેલ નહી.
ગાડીની ડેકીમાં તથા ગૌ શાળામાં જમીન ઉપર પડેલા પ્લાસ્ટિકના ઝબલામાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા (નાની બોટલ) મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
કબજે કરાયેલ મુદ્દામાલમા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલ નંગ- 1968 કિં. રૂ. 3,66,048,ફાસ્ટટેગ,પાકીટ તથા ગાડીના કાગળો તથા આધારકાર્ડ, પાનકાર્ડ, ATM કાડૅ,નંબર પ્લેટ નંગ-4,ક્રેટા કાર કિં. રૂ. 10,00,000/કુલ મુદ્દામાલ: રૂ. 13,66,048.
આ અંગે હાજર નહિ મળી આવેલ આરોપી સાગર ઉર્ફે કાંચો પ્રવિણભાઈ સોલંકી રહે. જૂનાગઢ, પ્રદીપ ખાડીયા.વિરુદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. 11203023260622/2026 પ્રોહી ક.65(એ)(ઈ), 98(2) મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. ફણાલ એમ. પટેલ તથા પો.સ.ઇ ડી.કે.પટેલ તથા એ.એસ.આઇ.વિજયભાઈ બડવા તથા પો.હેડ કોન્સ. ભનુભાઈ ઓડેદરા, પ્રતિકભાઈ ઠાકર, જીતેષ મારૂ તથા પો.કોન્સ. રાજુભાઈ કટારા, અજયસિંહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
