હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં મેઘપર પોલીસનો જુગારધામ પર દરોડો: ઝાંખર ગામે તુલસી પાનની બાજુમાંથી રૂ. 29,400 નો મુદ્દામાલ જપ્ત, 5 જુગારી ઝડપાયા
સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાનાથી તીન પત્તી રોન-પોલીસનો જુગાર રમતા હતા : 2 આરોપી નાસી ગયા : 52 પત્તા કબજે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 21 : રેન્જ પોલીસ મહાનિર્દેશકશ્રી રાજકોટ વિભાગના શ્રી નિલિપ્ત રાય સાહેબ (IPS) દ્વારા પ્રોહી જુગાર અંગેની ગે.કા. પ્રવૃત્તિ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને જામનગર જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિપાલ સિંહ લાલપુર વિભાગના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ.બારસીયા સાહેબની સુચના મુજબ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મેઘપર (પડાણા) પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. એ.જી.જાડેજા સાહેબ તથા હેડ કોન્સ. લાખનસિંહ જી. જાડેજા તથા પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા તથા એ.એસ.આઇ. મહિપાલસિંહ એલ. જાડેજા તથા એ.એસ.આઇ. જયરાજસિંહ ડી. ઝાલા તથા પો. કોન્સ. વિક્રમસિંહ બી. જાડેજા નાઓને ચોક્કસ સંયુક્ત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે, ઝાંખર ગામે તુલસી પાનની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપત્તાના પાના વડે તીન પત્તી રોન-પોલીસનો જુગાર રમતા હોય, જેથી સદર જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો પકડાઈ ગયેલ હોય, અને બે ઇસમો રેઈડ દરમ્યાન નાસી ગયેલ હોય.
પકડાયેલ આરોપીઓના કબજામાંથી રોકડ રૂ. 26,400/- તથા ગંજીપત્તાના પાના નંગ 52 (બાવન) કિં.રૂ. 00 ના મુદ્દામાલ સાથે કુલ્લે રૂ. 29,400/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
પકડાયેલ આરોપીઓ વીસા ખીમજીભાઈ પુરોહીત જાતે-બ્રાહ્મણ ઉ.વ- 24 ધંધો-ડ્રાઇવીંગ રહે-મેહુલ નગર ટેલીફોન એક્સચેન્જ રોડ શીવ એવન્યુ વાળી ગલીમાં જામનગર,હરપાલસિંહ ઉર્ફે કારીભાઈ બલવંતસિંહ જાડેજા જાતે-ગીર ઉ.વ-28 ધંધો-મજૂરી રહે-ઝાંખર ગામ તુલસી પાનની બાજુમાં તા.લાલપુર જી.જામનગર,લખુ હીરાભાઈ પરમાર જાતે-અનુસૂચિત જાતી ઉ.વ-47 ધંધો-ડ્રાઇવીંગ રહે-સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી.જામનગર,ફતેહસિંહ પ્રધુમનસિંહ જાડેજા જાતે-ગીર ઉ.વ-25 ધંધો-ડ્રાઇવીંગ રહે-ઝાંખર ગામ સરકારી સ્કુલની પાછળ તા.લાલપુર જી.જામનગર,પ્રકાશગીરી કરશનગીરી મેઘનાથી જાતે-બાવાજી ઉ.વ-43 ધંધો-ડ્રાઇવીંગ રહે-સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી.જામનગરની સામે કાયૅવાહી કરી છે.
નાસી ગયેલ આરોપીઓ અશોકસિંહ બીપુભા ચુડાસમા રહે-ઝાંખર ગામ તા.લાલપુર જી.જામનગર,સહદેવસિંહ ઉર્ફે સલુભા ગોહીલ રહે-ઝાંખર ગામ તા.લાલપુર જી.જામનગર
કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા કુલ રૂ. 29,400 જપ્ત કરેલ છે.
આ કામગીરી મેઘપર(પડાણા) પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ.બારસીયા તથા પો. સબ ઇન્સ. એ.જી.જાડેજા તથા એ.એસ.આઇ. મહિપાલસિંહ એલ. જાડેજા તથા એ.એસ.આઇ. જયરાજસિંહ ડી. ઝાલા તથા પો. હેડ કોન્સ. લાખનસિંહ જી. જાડેજા તથા પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા તથા પો. કોન્સ. વિક્રમસિંહ બી. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
