હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના નાઘુના ગામની સીમમા આવેલ ઓરડી માથી બીયર ટીન નંગ-૩૩૬ સહીત કુલ કિ.રૂ.૩૩,૬૦૦ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેતી જામનગર-એલ.સી.બી.
વાડીની ઓરડીમાં બિયર ટીનનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો એ દારૂ જુગારના કેશો સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઈ વીરડા, તથા સુમીતભાઈ શીયાર, તથા ભયપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના નાઘુના ગામની સીમમા નિકુંજભાઈ જમનભાઈ ગધેથરીયાની વાડીની ઓરડીમાં ભરતભાઈ કેશુભાઈ ઝંડાલીયા જાતે કોળી (ઉ.૩૩) (રહે. નાધુનાગામ સામા કાંઠે તા.જી.જામનગર વાળા) સાથે મળી બીયર ટીનનુ વેચાણ કરતા નંગ-૩૩૬ કુલ કિ.રૂ.૩૩,૬૦૦ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ કોન્સ ભયપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. એમ.વી.ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બીયરનો જથ્થો વેચાણમા ભાગીદાર અને વાડી માલીક નિકુંજભાઈ જમનભાઈ ગધેથરીયા( રહે. નાઘુનાગામ તા.જી.જામનગર વાળા ) ને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા,નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધમેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
