હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 21st August 2026
ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસ અન્સારીના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
SMC દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી બંને પક્ષની દલીલો બાદ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈસ અન્સારીના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. SMC દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ સોલંકી અને રઈસ અન્સારી દ્વારા નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં જુબેર નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. આરોપીઓએ નકલી દારૂ બનાવવા માટે જરૂરી અલગ-અલગ મટીરિયલ અમદાવાદથી ખરીદ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
