હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીના ધારીમાં નવી વસાહતમાં કાર ધીમી ચલાવવા બાબતે ઠપકો આપતા બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો
ફતાબ અને અયન બંને યુવકોને શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થયા : આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર

.અમરેલીના ધારીમાં નવી વસાહતમાંથી પૂરઝડપે કાર લઈને પસાર થઈ રહેલા યશપાલ ધાધલ નામના શખ્સને સ્થાનિક યુવકોએ કાર ધીમી ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ સામાન્ય બાબતની ટકોરથી ઉશ્કેરાયેલા યશપાલ ધાધલે નવી વસાહતમાં જ રહેતા આફતાબ યાસીન બ્લોચ અને અયન મોહમ્મદ શેખ નામના બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
હુમલાની આ ઘટનામાં આફતાબ અને અયન બંને યુવકોને શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોની મદદથી બંને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં હોસ્પિટલના તબીબો દ્વારા બંને યુવકોની ગંભીર સારવાર શરૂ કરવામાં આવી છે.
આ હિંસક બનાવની જાણ થતાં જ ધારી પોલીસ વિભાગનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે. હુમલો કરીને ફરાર થઈ ગયેલા આરોપી યશપાલ ધાધલ સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે ધારી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
