News of Saturday, 22nd August 2026
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનના કપાસના શ્રીગણેશ: પ્રથમ હરાજીમાં પ્રતિ મણ રૂ. 3001નો રેકોર્ડ ભાવ મળતાં ખેડૂતોમાં હરખ
યાર્ડના હોદ્દેદારો અને વેપારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યા બાદ કપાસની પ્રથમ હરાજી યોજાઈ

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવી સિઝનના કપાસની આવકના બોહણી સાથે શુભારંભ થયો છે. યાર્ડના હોદ્દેદારો અને વેપારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યા બાદ કપાસની પ્રથમ હરાજી યોજવામાં આવી હતી. મુહૂર્તની હરાજીમાં જ કપાસના પ્રતિ મણના રૂપિયા 3001 જેટલા ઊંચા ભાવ બોલાતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. સારા ભાવ મળવાની આશાએ ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો યાર્ડમાં કપાસની આવક વધારી રહ્યા છે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
