હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 22nd August 2026
ભાવનગર નકલી દારૂ કાંડ મામલે મંત્રી જીતુભાઈ વાઘાણી સર ટી હોસ્પિટલ પહોંચ્યા : ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
મંત્રી વાઘાણીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સીધી દેખરેખ હેઠળ નિષ્ણાત તબીબો દ્વારા તમામ દર્દીઓને ઉત્તમ અને ઝડપી સારવારની ખાતરી આપી

ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂ કાંડ બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર સ્થિત સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ પરિસરમાં મંત્રીએ જિલ્લા કલેક્ટર, રેન્જ IG, જિલ્લા પોલીસ વડા અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ભોગગ્રસ્ત દર્દીઓના હાલ-ચાલ પૂછ્યા હતા. મંત્રી વાઘાણીએ ખાતરી આપી હતી કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સીધી દેખરેખ હેઠળ નિષ્ણાત તબીબો દ્વારા તમામ દર્દીઓને ઉત્તમ અને ઝડપી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
