હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 22nd August 2026
અમરેલીમાં રૂ. 5 કરોડના ખર્ચે બનનાર અધ્યતન તાલુકા પંચાયત ભવનનું રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત
છેલ્લા ૧૫ વર્ષથી નવી કચેરીની ચાલી રહેલી માંગ સંતોષાતાં હવે રૂ. ૫ કરોડના ખર્ચે આગામી ૧૧ મહિનામાં આ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે

અમરેલી તાલુકા પંચાયત કચેરીના નવા અધ્યતન ભવનનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ તથા તમામ સદસ્યોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું છે. છેલ્લા ૧૫ વર્ષથી નવી કચેરીની ચાલી રહેલી માંગ સંતોષાતાં હવે રૂ. ૫ કરોડના ખર્ચે આગામી ૧૧ મહિનામાં આ નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ કોન્ટ્રાક્ટરને કામગીરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત (ક્વોલિટી વાળી) કરવા કડક ટકોર કરી હતી. આ સાથે જ તેમણે તાલુકા પંચાયતના સદસ્યો અને સ્થાનિક સરપંચોને પણ ભવનના નિર્માણ કાર્ય દરમિયાન અવારનવાર વિઝિટ કરી કામગીરી પર દેખરેખ રાખવા આહ્વાન કર્યું હતું.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
