News of Saturday, 22nd August 2026
બોગસ ભરતી લેટર કોૈભાંડમાં સુરેન્દ્રનગર પોલીસે મેહુલ શાહ પાસેથી નોકરીના ખોટા લેટર કબ્જે કર્યા
સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા તપાસમાં હોસ્પિટલોમા પણ નોકરી આપવાની લાલચે શિક્ષિત લોકોને ભોગ બન્યા હોવાનો ધડાકોઃ રીમાન્ડ પુરા થતા મેહુલ શાહને જેલમાં ધકેલવામાં આવ્યો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રરઃ ડુપ્લીકેટ મહેસુલી વિભાગના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી અને શિક્ષિત લોકોને છેતરપિંડી કરનાર મેહુલ શાહને અંતે જેલ હવાલે કરવામાં આવ્યો છે ત્યારે મેહુલ શાહ દ્વારા વાંકાનેર રાજકોટ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને રૂપિયા લઇ અને તલાટીમાં અને મહેસૂલી વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવતી હતી.આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મેહુલ ની અટકાયત રાજસ્થાન ખાતેથી સીટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂછપરછ હાથ ધરવામાં આવતા ૫૦ થી વધુ લોકો ભોગ બન્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે. કોર્ટમાં હાજર કર્યા બાદ તેને જામીન આપવામાં ન આવ્યા હતા અને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
હસમુખ પટેલ ના નામે જોઇનિંગ લેટર બનાવવામાં આવ્યા હતા અને નીચે સહી પણ કરવામાં આવી હતી ત્યારે આ અંગે હવે વધુ તપાસ સીટી પોલીસ ચડાવી રહી છે ત્યારે વાંકાનેર ની જીગીશા મેર નું નામ પણ તપાસમાં મેહુલ દ્વારા જણાવવામાં આવ્યું છે મેહુલ જે પણ છેતરપિંડી કરતો અને ખોટા કોલ લેટર અને જોઇનિંગ લેટર બનાવતો તેના રૂપિયા આવતા હતા તે જીગીશા મેરને પણ આપતા હોવાનું પોલીસ વિભાગ પાસે સ્વીકાર્યું છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
