તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
પોરબંદરના રાતડીમાં ગેરકાયદે ખનીજ ખનન ઉપર દરોડોઃ મશીનરીઓ સહિત ર૦ લાખનો મુદામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ રાતડીમાં કલેકટર એસ.ડી. ધાનાણીની સુચનાથી ગેરકાયદે ખાણ ખનીજના દરોડામાં પથ્થર કટર તથા અન્ય ર૯ મશીનરીઓ સહિત કુલ ર૦ લાખનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રી એસ. ડી. ધાનાણી અને ભૂસ્તરશાષાી કે. એન. પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાષાીશ્રી મિતેષ મોદી ની આગેવાની હેઠળ જિલ્લા ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા રાતડી ગામે ગેરકાયદેસર ખનન ઙ્કવળત્તિઓ પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમિયાન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજનું બિન-અધિકળત ખનન અને નિયમોનું ઉલ્લંઘન કરતી ૨૯ મશીનરી તથા વાહનો સીઝ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનીજ ખનનમાં ઉકાભાઈ સાંગાભાઈ મોરી, કોડિયાતર ધાનાભાઈ રૂડાભાઈ, નરેલા દિવ્યેશ રમેશભાઈ, ભીમાભાઈ કેશવાલા, મનીષભાઈ કાના માવદીયા, નિલેશ ભીમા કેશવાલા તથા કિશન રાજુ મોઢવાડિયા ના નામ ખુલ્યા છે.
ખાણ ખનીજ દરોડામાં જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૧૫ ચકેડી મશીન(બિલ્ડીંગ સ્ટોન કટર મશીન , ૧૧ ટ્રેક્ટર, ૨ લોડર અને ૧ એક્સકેવેટરનો સમાવેશ થાય છે. આ ૨૯ મશીનરી અને વાહનોની કુલ અંદાજિત કિંમત ૮૦ લાખ થાય છે. તપાસ ટીમ દ્વારા સર્વે/નોટીસ / કેસ દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
