તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 22nd August 2026
વાંકાનેર વિકાસના કામોઃ કરોડોના ખર્ચે પાર્કિંગ સ્થળો બનાવાયા, ઉપયોગ કયારે થશે?
બધા કામો આપવાની સત્તા માત્ર પ્રમુખને અપાઇ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રર :.. વાંકાનેર નગરપાલીકાના ગત જનરલ બોર્ડમાં ગુજરાત સરકાર દ્વારા આપવામં આવેલી વિવેકાનંદ યોજના અંતર્ગતની ગ્રાન્ટમાંથી નવાપરા વિસ્તારમાં સ્નાનગૃહ તેમજ આ યોજના અંતર્ગત પાલીકા હસ્તકના શાખા ગ્રાઉન્ડ પાસે સંરક્ષણ દિવાલ તથા મ્યુ. ગર્લ્સ હાઇસ્કુલના પાછળના ભાગે સંરક્ષણ દિવાલ તેમજ પાલીકા વિસ્તારની ગટરનું ઓપરેટીંગ તથા પાલીકાની જૂની ઓફીસની જગ્યાએ ગેરેજ અને સર્વિસ સ્ટેશન, જેમાં પ્રથમ બાર લાખ ચાલીસ હજાર, બીજી ગ્રાન્ટના પાંચ લાખ સાત હજાર, ત્રીજી યોજનામાં છ લાખ ત્રેસઠ હજારના કામો કરવા અંગે જાહેર પ્રસિધ્ધિ થયેલ છે. ત્યારે નગરપાલીકા દ્વારા અતિ બિસ્માર માર્ગ, દાણાપીઠ ચોકથી પતાળીયા સુધીનો જે તે સ્થિતિમાં આ ખરાબ રસ્તો બનાવવાની ઉપરોકત ગ્રાન્ટોમાંથી કોઇ જોગવાઇ કરેલ નથી. જે કામ પણ ન.પા. એ વિકાસના કામો ન કરાતા વાંકાનેર ન.પા.ના વોર્ડ નં. ૧ થી ૭ સુધીના સભ્યોની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી.
હાલમાં ન.પા.એ ભમરીયા કુવા અને ગ્રીનચોક પાસે રાજય સરકારની સાડા ચાર કરોડની ગ્રાન્ટમાંથી બે પાર્કિંગ સ્થળો બનાવ્યા ને બે વર્ષો વિતી ગયા છતાં આ પાર્કિંગ સ્થળોનો ઉપયોગ જ શરૂ થયો ન હોઇ, ગ્રાન્ટના રૂપિયા વેડફાય છે તે જ રીતે પાલીકાની જૂની ઓફીસ સામે નહેરૂબાગનું આયોજન છેલ્લા દસેક વર્ષથી જે તે સ્થિતિમાં હોઇ, પાલીકાના ચૂંટાયેલા સભ્યોમાં ભારોભાર અસંતોષ જોવા મળે છે. પાલીકાના જનરલ બોર્ડમાં રાજય સરકારની વિવિધ યોજનાઓના કામોની સત્તા પ્રમુખને અપાઇ છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
