News of Saturday, 22nd August 2026
ઉના પાસે એસ.ટી. બસની હડફેટે આશાસ્પદ યુવાનનું મૃત્યુ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. રરઃ દેલવાડા રોડ ઉપર એસ.ટી. બસની હડફેટે આશાસ્પદ યુવાન જીગર જીણાભાઇનું મૃત્યુ નીપજયું હતું. દેલવાડા રોડ ઉપર રાત્રે દેલવાડા તરફથી ઊના મોટર સાયકલ ઉપર આવતો જીગર જીણાભાઇ બાંભણિયા ઉ. વ.૧૯ રે. ખાણ ને એક સામેથી આવતી અજાણ્યા મોટર સાયકલએ ટક્કર મારતાં રોડ ઉપર પડી ગયો હતો. ત્યારે પાછળ આવતી દીવ ઊના રાજકોટ રૂટ ની એસ. ટી. બસ ચાલકે પોતાના કબજા વાળી બસ પુર ઝડપે અને બેદરકારી થી ચલાવી પડી ગયેલ જીગર ની ઉપર બસના પાછળના ભાગનું ટાયરનો ઝોટો ફરી વળ્યો હતો. અને અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને બસને રોકી દીધી હતી. આ અકસ્માતની જાણ તેમના ભાઈ સુનિલ જીણાભાઇ બાંભણિયા રે. ખાણ ને થતા સ્થળ ઉપર તે અને તેમના ગામ ના લોકો પહોંચી ગયા હતા અને જીગર નું મોઢું અને માથાનો ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને સ્થળ ઉપર મળત્યુ પામેલ હતો. તેમને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ફરજ ઉપર ના ડોક્ટર એ મળત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું. ઊના પોલીસ સ્ટેશનમા તેમના ભાઈ સુનિલભાઈ જીણાભાઇ બાંભણિયા રે. ખાણ એ દીવ ઊના રાજકોટ રૂટની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ એ.એસ.આઇ. જયેશભાઈ ગોવિંદ ભાઈ ભુવા કરી રહ્યા છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
