News of Saturday, 22nd August 2026
ગોંડલમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે જીલ્લા કક્ષાની શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અંગે અપાયું માર્ગદર્શન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૨: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આગામી ઈદ-એ-મિલાદનો તહેવાર કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી ગોંડલ શહેર ખાતે એક શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અને વિવિધ ધર્મના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ શાંતિ સમિતિની બેઠકમાં ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, શાપર, જસદણ અને વિંછિયા સહિત રાજકોટ ગ્રામ્યના તમામ તાલુકાઓમાંથી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આગેવાનોને તહેવારમાં યોજાનારા કાર્યક્રમો અને જુલૂસ માટે પૂર્વ મંજૂરી લેવા તેમજ નિયત સમયમર્યાદાનું ચુસ્તપણે પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયોજનોમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ બાબતો ટાળવી તે અંગે પણ વિસ્તળત સમજ આપવામાં આવી હતી.
ઈદ-એ-મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં સુચારુ આયોજન અને સુરક્ષા બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુલૂસ અને યાત્રાઓ માટેની મંજૂરી ઙ્કક્રિયા હાલ કાર્યરત છે. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.તેવું જણાવાયું હતું.શાંતિ સમીતી ની બેઠક માં જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
