તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ઉપલેટાના સમઢળીયામાં સામતભાઇ હુણ પર ભાવેશ ભારાઇ સહિતનો ટોળકી રચી હુમલો
હુણ કુટુંબનો છોકરો એક છોકરીને ભગાડી ગયાના મુદ્દે સામતભાઇને વાત કરવા બોલાવી તૂટી પડયાનો આક્ષેપઃ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતાં તપાસ

રાજકોટ તા. ૨૧: ઉપલેટાના સમઢીયાળા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં સામતભાઇ મુળુભાઇ હુણ-રબારી (ઉ.વ.૩૨) ઉપર સમઢીયાળા ગામના પેટ્રોલ પંપ નજીક ભાવેશ મેરાભાઇ ભારાઇ, નવઘણ ભુપતભાઇ ભારાઇ અને અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં માથા-હાથે-પગે, શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
સામતભાઇ છ બહેન અને બે ભાઇમાં મોટા છે. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવે છે. સામતભાઇના સગાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા હુણ કુટુંબનો એક દિકરો સામેના કુટુંબની એક દિકરીને લઇને જતો રહ્યો હતો. આ દિકરા કે દિકરી સાથે સામતભાઇને કંઇ લેવા દેવા નથી. આમ છતાં કુટુંબ એક હોવાથી સામેવાળાએ સામતભાઇને વાત કરવાના બહાનને પંપ પાસે બોલાવ્યા હતાં. બાદમાં મંડળી રચી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ પાટણવાવ પોલીસને કરતાં આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
