News of Saturday, 22nd August 2026
નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલે જામનગર નિર્માણાધીન પોલીસ અધિક્ષક કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનની સ્થળ નિરીક્ષણ કર્યું
મંત્રીએ અરજદારોની સવલતોમાં વધારો થાય અને ભવનની ગુણવત્તા જળવાય તે અંગે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું રૂ.૨૦૩૬.૪૭ લાખના ખર્ચે આકાર પામનારા અદ્યતન ભવનનું નિર્માણ આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૨: રાજ્યના નાણાં, પોલીસ હાઉસિગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આકાર પામી રહેલી નવીન પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા મહિલા પોલીસ સ્ટેશનના બાંધકામની સ્થળ મુલાકાત લઈ નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન ભવનના બાંધકામમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સચવાય અને વર્ષો સુધી ટકાઉ તેમજ સુંદર ઇમારત બની રહે તે માટે મંત્રીશ્રીએ ઇજારદારશ્રી સહિત સંલગ્ન અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થનારા આ ભવનના નિરીક્ષણ સમયે મંત્રી સાથે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિહ ઝાલા, પોલીસ હાઉસિગ બોર્ડના કાર્યપાલક ઈજનેર સંજય પટેલ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
