તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Saturday, 22nd August 2026
ભાવનગરના દારૂકાંડની તપાસના તાર સિહોર સુધી લંબાયા: પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે શખ્સોની ધરપકડ
બંનેએ વરતેજના હરદીપ મોરી પાસેથી રોયલ સ્ટેગ દારૂની 54 બોટલ ખરીદી અને દારૂકાંડ સર્જાયા બાદ બંને આરોપીઓએ સર અને સાગવાડીના ડુંગર નજીક દારૂનો નાશ કર્યો હોવાનું ખુલ્યું

ભાવનગરના દારૂકાંડની તપાસમાં હવે સિહોર તાલુકા સુધી પોલીસ કાર્યવાહી પહોંચી છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ વરતેજના હરદીપ મોરી પાસેથી રોયલ સ્ટેગ દારૂની 54 બોટલ ખરીદી હોવાનું સામે આવ્યું છે. દારૂકાંડ સર્જાયા બાદ બંને આરોપીઓએ સર અને સાગવાડીના ડુંગર નજીક દારૂનો નાશ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
