<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ભાવનગર લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ૧૩એ પહોંચ્યોઃ આજે વધુ બે જિંદગી બુઝાઈ, સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતથી હાહાકાર: છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ મોત

ભાવનગર, તા. ૨૩ : ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં મૃત્યુનો સિલસિલો અટકતો નથી. આજે વધુ બે અસરગ્રસ્તોના મોત થતાં મૃત્યુઆંક ૧૩ સુધી પહોંચ્યાનો તાજો અહેવાલ છે. બંનેએ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકો પૈકી એક મૂળ મહીસાગર જિલ્લાનો યુવક હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ અસરગ્રસ્તોના મોત થતાં લઠ્ઠાકાંડની કરુણતા વધુ ઘેરી બની છે.

 

અગાઉ શનિવારે અવિનાશ પરમાર અને હાર્દિક કિલજીનું સર ટી હોસ્પિટલમાં તથા સંજય ડોડિયાનું સુરતની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.  લઠ્ઠાકાંડની તપાસમાં મિથેનોલયુક્ત નકલી દારૂનો મુદ્દો સામે આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં કુલ ૨૧ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે અને અગાઉ ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.  પોલીસ અને રાજ્યની તપાસ એજન્સીઓ દ્વારા દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણની સમગ્ર સાંકળ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

(10:47 AM IST)