<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

જામનગરના 488માં સ્થાપના દિવસે ધરોહર દ્વારા પર્યાવરણ જાગૃતિનો નવતર પ્રયોગ : ખાંભી પૂજા અને વાસણ સહકારી બેંકના ત્રીજા પ્રકલ્પનું લોકાર્પણ

પ્લાસ્ટીક, થર્મોકોલના વપરાશ સામે જનજાગૃતિ લાવવા વાસણો ભાડે આપવાની સેવા શરૂ : સ્ટીલના વાસણો મળી રહેશે : નિર્મલસિંહ જાડેજા અને કમલભાઈ દવેની આગેવાનીમાં જામનગરમાં પર્યાવરણ બચાવોનો શુભ સંકલ્પ : યુવાનોને જોડાવા આહ્વાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગરની ધરોહર સંસ્થા દ્વારા જામનગરનાં 488માં સ્થાપના દિવસે કરેલ ખાંભી પૂજા તથા આ શુભ દિવસે જામનગરના લોકો-સમાજ માટે પર્યાવરણ બચાવોના ભાવરૂપે જામનગરના સર્વપ્રથમ એવી વાસણ સહકારી બેંક પ્રકલ્પનું શુભારંભની જાહેરાત કરવામાં આવેલ છે.

 

છોટીકાશી ગણાતા જામનગરનો 488મો સ્થાપના દિવસ શ્રાવણ સુદ સાતમ આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. અને તેને માટે નાની સાતમનાં દિવસે સ્તંભારોપણ - ખાંભી શાસ્ત્રોકત વિધીથી ખાંભી પૂજન કરી નવનગરની રચનાનો પાયો નાખી જામસાહેબ દ્વારા દરબારગઢ પાસે આવેલ દિલાવર સાયબલ રેસ્ટવાળી જગ્યામાં ખાંભીનો સ્તંભનું સ્થાપન કરાયું હતું. તેનું ધરોહર સંસ્થાના અગ્રણીઓ દ્વારા શાસ્ત્રોકત વિધીથી પૂજન કરવામાં આવેલ હતું અને ત્યારબાદ જામનગરનાં લાલ બંગલા સર્કલ પાસે આવેલ કર્નલ રણજીતસિંહની પ્રતિમા પાસે પર્યાવરણ બચાવોના શુભ સંકલ્પ લીધેલ.

 

જામનગર સહિત લોકો જે રીતે નાના-મોટા પ્રસંગોમાં ડીસ્પોઝેબલની પેપર, ડીશો, પ્લાસ્ટીક, થર્મોકોલ ડીશોનો ઉપયોગ કરી રહી છે તે ઘરતી માતા- પૃથ્વી પચાવી શકતી નથી પરંતુ આ ઉપાધીઓ રૂપે કરવામાં આવતા દુષ્પ્રયોગથી કુદરતી પર્યાવરણને નુકશાન થઈ રહેલ છે તે દિશામાં જનજાગૃતિ આવે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી જામનગરની જનતા માટે વાસણ સહકારી બેંક દ્વારા સ્ટીલના (ધાતુ) વાસણો મળી રહે તે માટે વાસણ સહકારી બેંક પ્રકલ્પનું લોકાર્પણ કરવાની જાહેરાત ધરોહર સંસ્થાનાં અગ્રણી કાર્યકર્તાઓ સંયોજક કમલભાઈ દવે, નિર્મલસિંહ જાડેજા, તથા અધિવક્તા હિતેન ભટ્ટ દ્વારા લોકો સમક્ષ મુકવામાં આવેલ અને લોકોને આ પ્રકલ્પનો લાભ લેવા અનુરોધ કરાયેલ.

 

ધરોહર અંતર્ગત આ ત્રીજો પ્રકલ્પ થયો છે. નિર્મલસિંહ જાડેજાનાં વિચારને સાકાર કરવા કમલભાઈ દવે જવાબદારી સંભાળી અને પ્રકલ્પને આકાર આપવા દત્તાત્રેય શાખાનાં સર્વ સેવા પ્રમુખ ડાળી, વરજુભાઈ પાડલ, વિમલ હસુભાઈ કોઠારી, વિગેરેએ સમાજનાં અગ્રણીઓ તેમજ જ્ઞાતિ પ્રમુખો સંપર્ક કરેલ. અગ્રણીઓમાં સેવા સીનીયર વકીલ અને પૂર્વ ડી.જી.પી. અને પૂર્વ સેશન્સ જજ અશોક નંદા તથા સુરેશ દાદાણી (પૂર્વ અધ્યક્ષ-જામનગર શહેર તથા પ્રભારી જુનાગઢ) અને આહિર સમાજના પ્રમુખ એડવોકેટ રણમલ કાંબરીયાની ઓફિસથી આયોજન અમલવારી શરૂ થયેલ. આપણા ગમતીલા જામનગરની પર્યાવરણ જાગૃતિ લોક પ્રબોધન અને સમાજની કેળવણી કરવાની સાથે યુઝ એન્ડ થ્રો નહી પણ ઘરોહરની જાળવણી માટે પ્લાસ્ટીક, થર્મોકોલ ડીશ, કપ, ગ્લાસ વિરોધમાં વિકલ્પરૂપે વાસણ સહકારી બેંક- જામનગર આ પ્રયોગની શરૂઆત કરેલ છે. આ પ્રકલ્પની માહિતી વધુ લોકો સુધી પહોંચાડવા અને આવનારા કાર્યો માટે સેવા આપવા ઈચ્છતા યુવાઓએ વરિષ્ઠ જનો દત્તાત્રેય પ્રભાત શાખા પર નીચે મુજબનાં સમયે સંપર્ક કરવા વિનંતી.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખા અને પ્રાર્થના બાદ ચર્ચા વિમર્શ (બેઠક) આવી ચર્ચાઓના બીજથી અનેક સેવા પ્રકલ્પ ચાલે છે. ગુરૂ દત્તાત્રેય પ્રભાત શાખા-વિસ્ત બાગમાં સવારે 6:30 થી 7:30 એક કલાક લાગે છે અને રવિવારે 7:00 થી 8:00 વાગ્યે એકત્રીકરણ થાય છે.

(12:31 PM IST)