તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
ઉમા સંસ્કારધામ મોરબીની અગ્રણીઓએ કરી મુલાકાત : સેવા, શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રની પ્રવૃત્તિઓને બિરદાવી
અમેરિકા સ્થિત અશ્વિનભાઈ જાવિયા અને સિદસર મંદિરના કારોબારી સભ્ય વિઠ્ઠલભાઈ કોરડીયા સહિતના મહાનુભાવોએ વિવિધ સંસ્થાઓનું કર્યુ નિરીક્ષણ

મોરબી: મોરબી સ્થિત ઉમા સંસ્કારધામ, ઉમા મેડિકલ, પાટીદાર કરિયર એકેડેમી, પાટીદાર જનસેવા કેન્દ્ર તેમજ કન્યા છાત્રાલયની વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની અગ્રણી મહાનુભાવો દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતમાં અમેરિકા ખાતે વસવાટ કરતા અને મૂળ ભાયાવદરના વતની તથા વિજાપુરા વિદ્યાર્થી ભવન, સીદસરમાં ‘કર્ણ’ની ભૂમિકા અદા કરતા અશ્વિનભાઈ જાવિયા, સિદસર મંદિરના કારોબારી સભ્ય વિઠ્ઠલભાઈ કોરડીયા તેમજ વિજાપુરા સંકુલના આચાર્ય અને કર્મચારીગણ જોડાયા હતા. મુલાકાત દરમિયાન તમામ ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, મોરબી દ્વારા સમાજહિતમાં શિક્ષણ, આરોગ્ય, સેવા અને સંસ્કાર ક્ષેત્રે કરવામાં આવી રહેલી વિવિધ સેવાકીય કામગીરીની મહાનુભાવોએ મુક્ત મને સરાહના કરી હતી. સમાજના ઉત્થાન માટે થઈ રહેલી આ ઉત્કૃષ્ટ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવતા સંસ્થા પરિવારમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
