News of Sunday, 23rd August 2026
ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી પર ગંભીર રેગિંગ: માનસિક-શારીરિક ત્રાસ : ખળભળાટ
હોસ્ટેલના બે રેક્ટર પણ આ કૃત્યમાં સામેલ હોવાનો અને વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા :સતત અત્યાચારના કારણે માસૂમ બાળકની માનસિક સ્થિતિ કથળી,ડાયપર પહેરીને ઊંઘવા મજબૂર બન્યો

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થી પર રેગિંગ અને અમાનવીય અત્યાચાર ગુજારવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માધવ હોસ્ટેલમાં રહી સરદાર પટેલ સ્કૂલમાં ભણતા માસૂમ બાળક પાસે ધોરણ 12 સાયન્સના 4 અને હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓ દ્વારા પરાણે માથું દબાવડાવવું, માલિશ કરાવવી તેમજ હોસ્ટેલના કામ કરાવવા સહિતનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવતું હતું.
પીડિતના પિતાના જણાવ્યા અનુસાર, ઇનકાર કરવા પર બાળકને CCTV વગરની જગ્યાએ લઈ જઈ ચપ્પલ તથા ઢીકાપાટુનો ઢોરમાર મરાતો હતો અને પરાણે સિગારેટ પીવડાવવામાં આવતી હતી. હોસ્ટેલના બે રેક્ટર પણ આ કૃત્યમાં સામેલ હોવાનો અને વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ સતત અત્યાચારના કારણે માસૂમ બાળકની માનસિક સ્થિતિ કથળી જતાં તે ડાયપર પહેરીને ઊંઘવા મજબૂર બન્યો હતો. ઘટનાને પગલે વાલીઓ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
