News of Sunday, 23rd August 2026
જામનગરમાં સત્યમ કોલોની નજીક પુષ્કર એપાર્ટમેન્ટમાં જૂની માથાકૂટમાં એક જ પરિવારના 6 સભ્યો પર હુમલો
પરિવારના મોભી એવા વૃદ્ધ પિતા, તેમના પુત્રો, પૌત્ર તેમજ ઘરમાં હાજર બે મહિલા સભ્યો સહિત તમામ 6 લોકોને ગંભીર ઈજા

જામનગર શહેરના સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસે આવેલી સુંદરમ સોસાયટીમાં સ્થિત પુષ્કર એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધારકો વચ્ચે સામાન્ય બાબતે ચાલી આવતી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એપાર્ટમેન્ટમાં જ રહેતા બે પાડોશી બંધુઓએ જૂની અદાવત રાખીને એક જ પરિવારના 6 સભ્યો પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પરિવારના મોભી એવા વૃદ્ધ પિતા, તેમના પુત્રો, પૌત્ર તેમજ ઘરમાં હાજર બે મહિલા સભ્યો સહિત તમામ 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે શહેરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
