News of Sunday, 23rd August 2026
કચ્છના જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર જપ્ત : સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સામગ્રી મળી આવતાં સીમા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

કચ્છના વ્યૂહાત્મક જખૌ દરિયાકાંઠે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સામગ્રી મળી આવતાં સીમા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. જખૌ નજીક આવેલા પિંગલેશ્વર દરિયાકાંઠા પાસેથી ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ એઆઈએસ (AIS - ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે AIS સિસ્ટમનો ઉપયોગ દરિયામાં જહાજ કે બોટનું લાઇવ લોકેશન અને ઓળખ જાણવા માટે થાય છે. સરહદી દરિયાઈ વિસ્તારમાંથી આ પ્રકારની સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવતા સુરક્ષા વિષયક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને અન્ય સ્થાનિક સુરક્ષા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
