News of Monday, 24th August 2026
હળવદના રણમલપુરમાં જમતાં જમતાં પ્રોઢ ઢળી પડયાઃ મૃત્યુ
દેવશીભાઇ વાઘેલાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: હળવદના રણમલપુર ગામે રહેતાં દેવશીભાઇ ગાંડાભાઇ વાઘેલા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ ગઇકાલે ઘરે જમતાં જમતાં ઢળી પડતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
દેવશીભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં અને ખેત મજૂરી કરતાં હતાં. તે એકલા જ રહેતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં હળવદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
